રાજીવ ગાંધી હત્યાકેસ પર વેબ-સિરીઝ

Wednesday 11th September 2019 07:25 EDT
 
 

ઇન્ડિયાને સાચા અર્થમાં મોડર્ન બનાવવાની દિશામાં લઈ જનારા અને ટેલિકમ્યુનિકેશન ફિલ્ડમાં અદ્ભુત ક્રાંતિ લાવનારા ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા પર ફિલ્મમેકર સમર દીક્ષિત અને ગિરીશ જોહર વેબ-સિરીઝ બનાવશે. રાજીવ ગાંધીની હત્યા થઈ એ સમયે એ કેસની તપાસ માટે બનાવવામાં આવેલી ઇન્વેસ્ટિગેશન ટીમના હેડ અમોદ કાંત હતા. અમોદ કાંત આ પ્રોજેક્ટમાં પણ ઓફિશ્યલી જોડાયા છે.
‘અસેસિનેશન’ નામના આ પ્રોજેક્ટમાં માત્ર હત્યાની ઘટના અને એની તપાસ જ નહીં, આ કેસમાં જેકોઈ જોડાયેલા હતા તે સૌના ઇન્ટરવ્યુ પણ સમાવવામાં આવશે. પ્રોડ્યુસર સમર દીક્ષિતે કહ્યું હતું કે, અમે પ્રયાસ કરીશું કે રાજીવ ગાંધી હત્યા કેસની આ સિરીઝમાં રાજીવ ગાંધીની હત્યામાં સજા ભોગવી રહેલામાંથી એક નલિનીનો પણ ઇન્ટરવ્યુ કરી શકીએ.
સજા પછી નલિનીને પ્રિયંકા ગાંધીની જેલ અને કોર્ટને કરવામાં આવેલી વિનંતી પછી પહેલી વખત હમણાં પરોલ મળ્યા અને નલિની દસકા પછી પહેલી વાર જેલની બહાર આવી હતી. ‘અસેસિનેશન’ ૧૦ એપિસોડની સિરીઝ હશે, જેની દરેક નવી સિઝનમાં દેશની જાણીતી હસ્તીઓના અસેસિનેશનને નજીકથી દેખાડવામાં આવશે અને એની તપાસ વિશે પણ છણાવટ કરવામાં આવશે.


comments powered by Disqus