સૌરાષ્ટ્ર- ગુજરાત તથા દેશવિદેશમાં ખ્યાતનામ ગાયક વિનોદ પટેલ યુ.કે. આવ્યા છે.સંગીત વિશારદ વિનોદ પટેલના કંઠેથી સ્વામિનારાયણ કિર્તનો, વૈષ્ણવ કિર્તનો, જૈન ભાવના, સોળ સંસ્કાર, શ્રીરામ તથા કૃષ્ણ ભજનો, ગઝલ, દોહા ઉપરાંત હિન્દી ભક્તિ સંગીત, સ્વામીશ્રી વિવેકાનંદ સંગીતના કાર્યક્રમો સાંભળવા એ એક અનોખો લહાવો છે. તેમણે યુરોપ સહિત ઓસ્ટ્રેલિઆ, કેનેડા અને અમેરિકામાં ગીત-સંગીતના કાર્યક્રમો રજૂ કર્યા છે. વિનોદ પટેલને ૨૦૧૩માં ગુજરાત રાજ્ય સંગીત નૃત્યનાટ્ય અકાદમી, ગાંધીનગર દ્વારા "ગુજરાત ગૌરવ" પુરસ્કાર" એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાત સમાચાર દ્વારા આયોજિત ઘણા કાર્યક્રમોમાં તેઓના કંઠે ગીતો સાંભળવાનો મોકો મળ્યો છે. સંપર્ક 07459 554877