બિલ ગેટ્સ, વોરન બફેટ રેસ્ટોરાંમાં વેઇટર-કેશિયર?

Thursday 13th June 2019 05:34 EDT
 
 

ઓમાહાઃ અમેરિકામાં માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ (૬૩) અને બર્કશાયર હેથવેના ચેરમેન વોરન બફેટ (૮૮)એ આઇસક્રીમ અને ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટ ડેરી ક્વીનમાં કર્મચારીઓની જેમ કામ કર્યું. બંને વેઇટર બન્યા. ગ્રાહકોને ફૂડ સર્વ કર્યું. કેશ કાઉન્ટર પણ સંભાળ્યું. બિલ ગેટ્સે તેનો વીડિયો શેર કર્યો, જેમાં બન્ને અબજોપતિ કામ કરતા દેખાય છે. વીડિયોમાં ગેટ્સ અને બફેટે એપ્રન પહેર્યું હતું અને નેમટેગ લગાવીને મિલ્કશેક બનાવ્યો હતો. બન્ને કંઈક અલગ કરવા ઇચ્છતા હતા, જેથી એન્યુઅલ મીટિંગમાંથી સમય કાઢીને ટ્રેનિંગ લીધી હતી.

ગયા મહિને ઓમાહામાં બર્કશાયરના શેરધારકોની એન્યુઅલ મીટિંગમાંથી સમય કાઢીને બફેટ અને ગેટ્સે કંઈક અલગ કરવા ઇચ્છ્યું. બન્નેએ ડેરી ક્વીન રેસ્ટોરન્ટ પહોંચીને લંચ લીધું અને ત્યાં કામની ટ્રેનિંગ પણ લીધી. બફેટ ડેરી ક્વીન રેસ્ટોરન્ટ ચેનના માલિક છે. તેમની કંપની બર્કશાયર હેથવેએ ૧૯૯૮માં તે ખરીદી હતી.

બિલ ગેટ્સ દુનિયાભરમાં બીજી અને વોરન બફેટ ચોથી સૌથી ધનિક વ્યક્તિ છે

બિલ ગેટ્સ વિશ્વમાં બીજા સૌથી ધનિક છે. તેમની નેટવર્થ ૭.૧ લાખ કરોડ રૂ. છે. વોરન બફેટ ચોથા સૌથી ધનિક છે. તેમની નેટવર્થ ૫.૪૮ લાખ કરોડ રૂ. છે. બફેટ, બિલ ગેટ્સ અને મેલિન્ડા ગેટ્સે ૨૦૧૦માં ગિવિંગ પ્લેજ ઝુંબેશ શરૂ કરી હતી. તેના દ્વારા વિશ્વના ધનિકોને પરોપકારના કામોમાં દાન કરવા માટે પ્રેરિત કરાય છે.


    comments powered by Disqus