નોર્થ હેરો-પીનર ખાતે યુ.કે. એશિયન વિમેન્સ કલબ દર ગુરૂવારે એકત્રિત થઇ સેમિનાર, ચર્ચાસભાઓ તથા આપણા ઉત્સવોની રંગેચંગે ઉજવણી કરવા સાથે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી એ વિસ્તારની નિવૃત્ત બહેનો પ્રવૃત્ત રહે છે. ભારતમાં ૨૩ મેએ જંગી બહુમતી સાથે આપણા ગુજરાતના લાડીલા સપૂત નરેન્દ્રભાઇ મોદીએ ભારે બહુમતી સાથે જીત મેળવી એનો હર્ષોલ્લાસ આ હેરો વિમેન્સ કલબમાં પણ છવાયો હતો. ૩૦મે ગુરૂવારે કલબની બહેનો ભારતીય ત્રિરંગા સાથે સજીધજી તૈયાર થઇને આવી હતી. આ સૌએ રાષ્ટ્રીય ગીતો સાથે વડાપ્રધાન મોદીજીની જીવનશૈલી વિષે વાતો રજૂ કરી હતી. સંસ્થાના ચેરલેડી વર્ષાબેન બાવીશીએ જણાવ્યું,‘ કાર્યક્રમની ઉજવણી સાથે અમે સૌએ શુધ્ધ શાકાહારી ગુજરાતી ભોજનનો આનંદ માણ્યો હતો.

