૧૦૮ વર્ષની વયે પણ પિયાનોવાદન

Saturday 15th June 2019 07:06 EDT
 
 

વોર્સોઃ પોલેન્ડનાં વોન્ડા જર્જિકા ચાલુ મહિને ૧૦૮ વર્ષના થયાં છે, પરંતુ આજે પણ તેઓ દરરોજ પિયાનો વગાડવાનું ચૂકતા નથી. વેન્ડા કહે છે કે જ્યારે તેઓ ૮૦ વર્ષનાં હતાં ત્યારે તેમનો હાથ ભાંગી ગયો હતો. ડોક્ટરે તેમણે કહ્યું કે તેઓ હવે ફરી ક્યારેય પિયાનો નહીં વગાડી શકે. જોકે તેમણે પોતાના જુસ્સાથી ડોક્ટરના અભિપ્રાયને પણ ખોટો સાબિત કરી દેખાડ્યો છે.  આમ તો વેન્ડાને બાળપણથી જ પિયાનો વગાડવાનો શોખ હતો. ૧૯૩૧માં તેમણે મ્યુઝિકમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ પ્રોફેશનલ પિયાનોવાદક બની ગયાં. જોકે ૧૯૪૪માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે પિયાનો વગાડવાનું છોડવું પડ્યું હતું.


comments powered by Disqus