અભિનેતા ધનુષ અભિનિત પ્રથમ હોલિવૂડ ફિલ્મ ‘ધ એકસ્ટ્રાઓર્ડિનરી જર્ની ઓફ ધ ફકીર’નું ટ્રેલર ચોથી જૂને રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમેકર કેન સ્કોટની આ આગામી ફિલ્મમાં ધનુષ પહેલીવાર ગુજરાતી અવતારમાં જોવા મળવાનો છે. ફિલ્મમાં તે અજાતશત્રુ લવેશ પટેલની ભૂમિકામાં છે. ફિલ્મના ત્રણ મિનિટ લાંબા ટ્રેલરમાં સામાન્ય વ્યક્તિના પેરિસના પ્રવાસની વાત જણાવવામાં આવી છે. ફિલ્મના ટ્રેલરને રિલીઝ થતાંની સાથે જ ત્રણ લાખથી વધુ લોકોએ જોયું છે. ફિલ્મમાં ધનુષ એક સામાન્ય ગરીબ ઘરમાંથી કરી રીતે પોતાની બુદ્ધિથી પેરિસ પહોંચી જાય છે. ત્યાં સ્ટ્રીટ સ્માર્ટ જાદુગર બની જાય છે. ધનુષ અભિનિત ફિલ્મ અંગ્રેજી, તમિલ અને તેલુગુ એમ ત્રણ ભાષામાં ૨૧મી જૂને રિલીઝ થવાની છે. સાઉથ સુપસ્ટાર રજનીકાંતનો જમાઈ ધનુષ હિન્દી ફિલ્મ ‘રાંઝણા’ અને તેના આલ્બમ સોન્ગ ‘કોલાવરી ડી’થી હિન્દુસ્તાનનાં ખૂણે ખૂણે લાઈમલાઈટમાં આવી ગયો હતો. હવે જોવાનું છે કે ગુજરાતી કેરેકટરમાં તે દર્શકોનું દિલ કેવી રીતે જીતી શકશે?

