દુબઈઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ ટ્વેન્ટી૨૦ રેન્કિંગ જાહેર કર્યા છે. જેમાં ટીમ ઇન્ડિયાના ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવે પહેલી વાર ટી૨૦ રેન્કિંગમાં બીજું સ્થાન મેળવ્યું છે. ન્યૂ ઝીલેન્ડની સામે ત્રીજી ટી-૨૦માં કુલદીપે ૨૬ રન આપીને બે વિકેટ લીધી હતી. આ પ્રદર્શન પછી તેમના કુલ ૭૨૮ પોઇન્ટ થયા. કુલદીપના આ કેરિયર બેસ્ટ રેટિંગ પોઇન્ટ છે. યાદીમાં ૭૯૩ રેટિંગ પોઇન્ટ સાથે અફઘાનિસ્તાનનો સ્પિનર રાશિદ ખાન પહેલાં સ્થાન છે તો પાકિસ્તાની સ્પિનર શાદાબ ખાન ત્રીજા નંબરે છે. બેટ્સમેન રેન્કિંગમાં રોહિત શર્મા ૬૯૮ પોઈન્ટ સાથે નંબર-૭ પર છે. પાકિસ્તાનનો બાબર આઝમ પહેલાં અને ન્યૂ ઝીલેન્ડનો કોલિન મુનરો બીજા ક્રમે છે. રાહુલ ત્રણ ક્રમ નીચે આવીને દસમા અને ધવન ૧૧મા ક્રમે છે. રાહુલ ન્યુ ઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે રમ્યો ન હતો. વિરાટ કોહલી ટોપ-૧૦માંથી બહાર થઈને ૧૯મા ક્રમે પહોંચી ગયો છે. વિરાટના ૫૯૯ રેટિંગ પોઇન્ટ છે.

