લંડનઃ કરોડરજ્જૂની બીમારીથી પીડાતી એસેક્સના બર્નહામની ૨૬ વર્ષીય બેથન સિમ્પસનની જન્મ્યા વિનાની બાળકીને ઓપરેશન માટે તેના ગર્ભાશયમાંથી બહાર કાઢવામાં આવી હતી. તેનું ઓપરેશન કર્યા પછી તેને ફરીથી સિમ્પસનના ગર્ભાશયમાં સફળતાપૂર્વક મૂકી દેવાઈ હતી. ગર્ભાધાનના ૨૦ અઠવાડિયે સ્કેનિંગ બાદ સિમ્પસનને જણાવાયું હતું કે તેના ગર્ભાશયમાં રહેલા ગર્ભનું માથું જોઈએ તેટલી સાઈઝનું ન હતું.
તેનો ગર્ભ ૨૪ અઠવાડિયાનો થયો ત્યારે લંડનની યુનિવર્સિટી કોલેજ હોસ્પિટલ ખાતે આ ઓપરેશન કરાયું હતું. બ્રિટનમાં આવું ઓપરેશન થયું હોય તેવી મહિલાઓમાં સિમ્પસન માત્ર ચોથા હતાં. આગામી એપ્રિલમાં તેમની બાળકી જન્મ લેશે. તેમણે જણાવ્યું હતું કે તે હવે સ્વસ્થ છે. તે એક્સ્ટ્રા સ્પેશિયલ અને ઈતિહાસના ભાગ સમાન છે. અમારી પુત્રી તેના જીવનમાં કેટલું મેળવવાને લાયક છે તે તેણે બતાવી આપ્યું છે.

