વહાલા વાચકો,
ઘણાં વાચકો, સંભવિત સ્પોન્સરો તેમજ અન્ય સમર્થકો દ્વારા મળેલા પ્રોત્સાહક અને સકારાત્મક પ્રતિભાવોને લીધે અમારે સંબંધિત બાબતો વિશે આપને માહિતગાર કરવા જોઈએ એવું અમને જરૂરી લાગે છે.
એડિટર્સ, જર્નાલિસ્ટ્સ અને રેવન્યુ જનરેટર્સને કેન્યા સાથે સંકળાયેલી કેટલીક વ્યક્તિઓ તેમજ સંસ્થાઓ તરફથી ઉષ્માભર્યા પ્રતિસાદ સાંપડ્યા છે. કેન્યા સાથે જોડાયેલા બ્રિટિશ એશિયનો ઉપરાંત અન્ય લોકોએ પણ અમારી આ પહેલને ખૂબ આવકાર આપ્યો છે, કેટલાંક લોકોએ તો તેને ‘ઐતિહાસિક’, ‘અભૂતપૂર્વ’ અને ‘ખૂબ મદદરૂપ’ ગણાવી છે.
આ મુદ્દો ખાસ કરીને તો તે સમયે કેન્યાની રાજકીય પરિસ્થિતિમાં થયેલા ફેરફારને લીધે સ્થળાંતર કરીને આવેલા વડવાઓએ યુકેમાં સ્થાયી થવા માટે કરેલા પ્રયાસોની વાતો શેર કરીને તેમના બાળકો, પૌત્રો અને પ્રપૌત્રોને તેમની સાથે સાંકળવામાં કેવી રીતે મદદરૂપ થઈ શકે તે વિશેની પ્રતિક્રિયા સર્વસામાન્ય હતી. આપણી યુવા પેઢીને પ્રેરણા મળશે તેટલું જ નહીં પરંતુ, આપણા કેટલાક વાચકોએ સૂચવ્યું છે તેમ, તેના લીધે અજાણ્યા દેશમાં તેમના મોટેરાઓએ કરેલા સંઘર્ષ વિશે તેઓ વાકેફ થશે અને તેમના સંઘર્ષ વિશે સારી સમજ કેળવાશે.
અમને યુકેમાં વસતા યુગાન્ડા અને ટાન્ઝાનિયન એશિયનો વિશે પણ આવા જ મેગેઝિન પ્રગટ કરવા સૂચનો મળ્યા છે. કેટલાંક વાચકોએ ABPL દ્વારા આ માઈગ્રેશન વિશે માહિતી તેમજ ઓડિયો/વીડિયો રેકોર્ડિંગ્સ એકત્ર કરવામાં આવશે કે કેમ એવી પણ પૃચ્છા કરી છે. અમે આ સૂચનો પર વિચારણા કરી રહ્યા છીએ.
અમારી પ્રકાશનની તારીખ ૩૦ માર્ચ, ૨૦૧૯ છે અને એડવર્ટાઈઝિંગ માટેની છેલ્લી તારીખ ૨૦ માર્ચ, ૨૦૧૯ છે. તેને જ છેલ્લી ઘડીના એડવર્ટાઈઝિંગ અને સ્પોન્સરશિપ સપોર્ટ ગણવી.
આમ તો અમને જેટલી ઝડપથી ફોટોગ્રાફ્સ સહિતની માહિતી અને વિગતો મળે તેટલી સારી રીતે અમારા પત્રકારો અને ગ્રાફિક્સ ટીમ યોગ્ય અને આકર્ષક લેખો અને લેઆઉટ સાથે સારી ગુણવત્તાનું મેગેઝિન પ્રસ્તુત કરી શકશે. તેના માટેની આખરી તારીખ ૨૦ ફેબ્રુઆરી, ૨૦૧૯ છે.
એડવર્ટાઈઝિંગ એડિટોરિયલ્સઃ આપનો ઈતિહાસ શેર કરવા અને બિઝનેસને વધારવા માટેની આદર્શ તક. કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશન્સ અને ચેરિટીઝ માટે ખાસ ડિસ્કાઉન્ટેડ દર રખાયા છે.
પ્રિન્ટ રનઃ સામાન્ય રીતે અમે સ્પેશિયલ મેગેઝિનની ૨૦,૦૦૦ નકલ પ્રકાશિત કરીએ છીએ. ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના દરેક ગ્રાહકને આ મેગેઝિનની કોમ્પ્લિમેન્ટરી કોપી પહોંચાડવામાં આવશે. આ મેગેઝિનની વેચાણ કિંમત નકલ દીઠ £૫ રાખવાનો પ્રસ્તાવ છે. અમે ૧૦ અથવા તેથી વધુ નકલ ખરીદવા માગતા લોકોને વધારાના ૫૦ ટકાના ખાસ ડિસ્કાઉન્ટ દરે મેગેઝિન પહોંચાડવા માગીએ છીએ.
એડિટોરિયલ બોર્ડઃ અમે કેટલાંક જાણીતા અને કૌશલ્ય ધરાવતા લોકોના સમાવેશ સાથે એડિટોરિયલ બોર્ડની રચના કરવા માગીએ છીએ. અમે તેમને તમામ લેખો અધ્યયન અને ટીકા-ટિપ્પણ માટે મોકલી આપીશું. અમને જણાવતા આનંદ થાય છે કે લોર્ડ રણબીર સુરીએ એડિટોરિયલ બોર્ડના સભ્ય બનવાનું અમારું આમંત્રણ સ્વીકાર્યું છે. અમે અન્ય કોઈ પણ સૂચનો અને તેમાં પણ ખાસ કરીને યુવા પેઢી અને પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ ધરાવતા લોકોના સૂચનો, તેમજ ખાસ તો અમારી ‘નારી શક્તિ’ને તેમની સંવેદનાઓ રજૂ કરવા આમંત્રણ આપીએ છીએ.
આપને લાગતું હોય કે કોઈ સૂચનનો સમાવેશ કરવાનું રહી ગયું છે અથવા તો આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે કોઈ સૂચનનો સમાવેશ કરી શકાય તો તે મોકલી આપવા આમંત્રણ છે.

