ટીવી સિરિયલની ‘ભાભીજી ઘર પર હૈ’ ફેમ શિલ્પા શિંદેએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. શિલ્પાએ રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ દર્શાવતાં કોંગ્રેસનો હાથ પકડી
લીધો છે. બિગ બોસ ૧૧ની વિજેતા શિલ્પાએ મુબંઈ કોંગ્રેસ અધ્યક્ષ ચરણસિંહ સપરા અને કોંગ્રેસ નેતા સંજય નિરૂપમની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ સ્વીકારી લીધું છે.
કોંગ્રેસમાં સામેલ થયા પછી શિલ્પાએ કહ્યું હતું કે પાર્ટીએ જે રીતે મારું સ્વાગત કર્યું છે, એ મારા માટે ખુશીની વાત છે. હું ઇચ્છું છું કે રાહુલ ગાંધી વડા પ્રધાન બને. સિલ્પાએ પ્રિયંકા ગાંધીના કોંગ્રેસ પ્રવેશનું સ્વાગત કર્યું છે. તેણે કહ્યું હતું કે જાતિ આધારિત રાજકારણ નથી કરતી. શિલ્પાના કોંગ્રેસ પ્રવેશ પછી અંદાજ લગાવાય છે કે વધુ સેલિબ્રિટી કોંગ્રેસમાં સામેલ થશે.

