ત્રણ વખત હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ફેઈલ રહ્યાાં છતાં કૃત્રિમ હૃદયથી જીવતી શોલ લોકોને જીવન જીવવાની પ્રેરણા આપે છે

Wednesday 13th February 2019 05:29 EST
 
 

બ્રિટનના વર્સેસ્ટરમાં વસવાટ કરતી ૧૩ વર્ષની શ્યોલ નારબોનને તે જ્યારે ૧૨ વર્ષની હતી ત્યારે કૃત્રિમ હૃદય લગાડવામાં આવ્યું છે. ૯ કલાક સુધી તેની સર્જરી ચાલી હતી. તેની સર્જરીમાં ૩૦ ડોક્ટર સામેલ હતા. શ્યોલ યુરોપની પ્રથમ અને દુનિયાની ત્રીજી એવી વ્યક્તિ છે જેણે આટલી ઓછી ઉંમરમાં કૃત્રિમ હૃદય લગાવ્યું છે. પહેલાં જે ત્રણ બાળકોને લગાવ્યું હતું તેમની ઉંમર ૯ અને ૧૧ વર્ષ હતી. ડોક્ટર્સનું કહેવું છે કે તે જીવિત રહેશે ત્યાં સુધી હૃદય કામ કરશે. શ્યોલ પોતાના કેસ દ્વારા જે લોકોને હાર્ટની બીમારી હોય તેને પ્રેરણા આપતાં કહે છે કે તમે આધુનિક મેડિકલ ટ્રીટમેન્ટ પર ભરોસો રાખો અને જિંદગી મળે તો ખેલદિલીથી જીવો. તેને વેડફી ન નાંખો.
ત્રણ વખત હૃદય ટ્રાન્સપ્લાન્ટ
શ્યોલનું ત્રણ વખત હૃદય ટ્રાન્સપ્લાન્ટ થઇ ચૂક્યું હતું. તે માત્ર ચાર સપ્તાહની હતી ત્યારે પ્રથમ વખત બીજી વખત તે ૧૧ વર્ષની હતી ત્યારે અને ત્રીજી વખત જ્યારે તેને સ્ટ્રોક આવ્યો ત્યારે તે બાર વર્ષની હતી અને તેનું હાર્ટ બદલાયું હતું. તેને તેના પર થનારી સર્જરીની તબીબો અને તેના વાલીઓ દ્વારા પહેલેથી જાણ કરાઈ હતી તેથી છેલ્લી વખતે નવા હાર્ટ માટે તે તબીબો અને વાલીઓ સાથે દાતાની રાહ જોઇ રહી હતી.
શ્યોલ કહે છે કે, તે સમયે જીવનમાંથી દરેક આશાઓ ખતમ થઇ ચૂકી હતી. ડોક્ટર્સે જણાવ્યું કે હવે એકમાત્ર કૃત્રિમ હૃદયનો વિકલ્પ વધ્યો છે. તેનાથી કદાચ જીવન બચી જાય. રોયલ બ્રોમ્પટન અને હેરિફિલ્ડ હોસ્પિટલના ડાયરેક્ટર આન્દ્રે સીમન જણાવે છે કે ટીમમાં સામેલ ડોક્ટર્સ પ્રથમ વખત પ્રકારની સર્જરી કરી રહ્યા હતા. તેમનું કહેવું છે કે સર્જરીમાં મોટો ખતરો છે. શ્યોલની સર્જરી દરમિયાન એક હોસ્પિટલથી બીજીમાં ટ્રાન્સફર લેવું પડ્યું. તે સમયે તેની છાતી સર્જરી માટે ખોલવામાં આવી ચૂકી હતી અને તે લાઇફ સેવિંગ મશીન પર હતી. દુનિયાનો પ્રથમ એવો કિસ્સો છે.
સિમને તેના આર્ટિયમ અને અપર ચેમ્બરને ફરીથી બનાવ્યું કારણ કે તેને થોડા સમય પહેલાં થયેલા ટ્રાન્સપ્લાન્ટમાં કેટલુંક હટાવી દેવાયું હતું. શ્યોલની માતા ફેબિએન નારબોન કહે છે જેવી રીતે ડોક્ટર્સે દીકરીને બચાવી તે કોઇ ચમત્કારથી ઓછું નથી. તે કૃત્રિમ હૃદય વિના બચી શકે એમ નહોતી.
તેની માતા કહે છે કે, ડોક્ટર્સ અને દરેક ડોનર અને તેમના પરિવારના લોકોનો આભાર જેમના કારણે દીકરી સર્જરી પહેલાં જીવતી રહી. હવે મારી દીકરી લોકોને તેમનું હૃદય સાચવવા અને અન્યોને જરૂર હોય તો દાન કરવા પ્રેરણા આપી રહી છે.
શ્યોલ કહે છે કે, હવે મારું સ્વાસ્થ્ય ઘણું સારું છે કારણ કે તેના પહેલાં મારી સાથે કંઇ પણ સારું થયું નહોતું. આશા રાખું છું કે મારા જીવનમાં હૃદયને લઇને કોઇ તકલીફ નહીં થાય. દુનિયામાં અત્યાર સુધી ૧૬૯૦ લોકોએ કૃત્રિમ હૃદય લગાવી ચૂક્યા છે. તેમાં ૩૪ એવા છે જેમની ઉંમર ૧૮ વર્ષ કરતાં ઓછી હતી.


comments powered by Disqus