ક્રોયડનની યંગ ઈન્ડિયન વેજિટેરિયન સંસ્થા દ્વારા ત્રીજી ફેબ્રુઆરીને રવિવારે ૩૮મા વાર્ષિક ક્રિસમસ વેગન લંચનું આયોજન કરાયું હતું.છેલ્લાં ૩૮ વર્ષથી દર વર્ષે ક્રિસમસમાં આ લંચનું આયોજન થાય છે. પરંતુ, આ વર્ષે અનિવાર્ય સંજોગોને લીધે તેનું આયોજન વિલંબમાં પડ્યું હતું. લગભગ ૧૦૦ લોકોએ સ્વાદિષ્ટ વેજન લંચનો સ્વાદ માણ્યો હતો.વેજિટેરિયન/વેગન ક્રિસમસને પ્રોત્સાહન આપવા અને ક્રોયડનના લોકો વચ્ચે મિત્રતા વધારવાના પ્રયાસમાં ૩૮ વર્ષ અગાઉ તેની શરૂઆત કરવામાં આવી હતી.
આજે આપણે જોઈએ છીએ તે રીતે વેગનીઝમનું ચલણ આટલું વધશે તેવું તો મેં ક્યારેય વિચાર્યું જ ન હતું. તે બાબત જ દર્શાવે છે કે અમે સાચા હતા. માનવજાત હવે સમજવા લાગી છે કે આપણી દયા પર જીવતા પશુઓનું માંસ ખાવું અને તેમના પર અત્યાચાર કરવો તે કરુણા અને દયાના માનવમૂલ્યોથી તદ્દન વિપરિત છે. પશુઓ સાથે આપણે કરેલો ક્રૂર વ્યવહાર આપણા માટે જ નુક્સાનકારક પૂરવાર થયો છે અને પૃથ્વીને વિનાશના આરે લાવીને મૂકી દીધી છે. પશુ-પ્રાણીઓના કલ્યાણ માટે પ્રતિકૂળ સંજોગોમાં દાયકાઓથી સંઘર્ષ કરી રહેલા સૌ લોકોને ધન્યવાદ. આપના પ્રયાસો નિષ્ફળ ગયા નથી.

