સદી વટાવતા પૂ. તારાલક્ષ્મી બાને શુભકામના

-જ્યોત્સના શાહ Wednesday 13th February 2019 05:19 EST
 
 

ભારતના પ્રજાસત્તાક દિને પૂ. તારાલક્ષ્મીબહેન રતિલાલ શાહે જીવનના સો વર્ષ પૂર્ણ કરી બ્રિટનના મહારાણીનું નિમંત્રણ મેળવ્યું. ૨૬-૧-૧૦૧૯ના રોજ મકલ્લા-એડન ખાતે જન્મેલ બા ૧૯૬૫ સુધી એડન અને ૧૯૬૫થી ૧૯૯૮ સુધી ભારત રહ્યાં.

૧૯૯૧માં પતિશ્રીનું દુખ:દ અવસાન થયા બાદ ૧૯૯૮થી લંડન આવી દિકરા શ્રી બાબુભાઇ અને પુત્રવધૂ પ્રવિણાબેન સાથે રહ્યાં. પતિનો સાથ છૂટ્યા પછી પણ મમતા ને સમતા દ્વારા પરિવારને હૂંફ આપી. છેલ્લા આઠ વર્ષથી કિંગ્સબરીમાં સ્ટેગલેન પર આવેલ મીરા નર્સિંગહોમમાં શેષ જીવન ગાળી રહ્યાં છે. ૪દીકરા અને ૪ દીકરીઓ તથા ૨૦ પૌત્ર-પૌત્રીઓ અને ૧૩ પ્રપૌત્ર - પ્રપૌત્રીઓ સહિત બાસઠ સભ્યોનો વિશાળ પરિવાર ધરાવતાં બા સૌના માટે આશીર્વાદ સમાન છે.

બાના દીર્ઘાયુનું રહસ્ય છે, એમની શિસ્તબધ્ધ જીવનશૈલી, હકારાત્મક અભિગમ, શાંત સ્વભાવ, ધર્મ પરાયણતા, મોહમાયાથી પર અને કોઇ બાબતમાં કટકટ નહિ કરવાને કારણે સૌનો પ્રેમ પાત્ર બન્યાં છે. ૧૦૦ વર્ષની ઉમરે પણ દાંત કે બહેરાશની તકલીફ સિવાય તંદુરસ્ત જીવન જીવી રહ્યાં છે.

૨૬ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ સમગ્ર પરિવારે ભેગાં મળી બાની ૧૦૦મી જન્મજયંતિ ઉજવી ગૌરવ અનુભવ્યું કે, “હમારે પાસ માઁ હૈ”. પ્રભુ એમને તંદુરસ્તીભર્યું દીર્ઘાયુ બક્ષે એવી પ્રાર્થના.


comments powered by Disqus