સલમાન ખાનની મુંબઈના ખારમાં આવેલી પ્રોપર્ટી વિવાદમાં

Wednesday 13th February 2019 05:40 EST
 
 

સુપરસ્ટાર સલમાન ખાનની મુંબઇના ખાર સ્થિત આવેલી પ્રોપર્ટી વિવાદમાં સપડાઇ છે. આ પ્રોપર્ટી તેણે એક રિટેઇલ ફૂડ કંપનીને ભાડા પર આપી છે. સલમાને આ જie પાસેના એક વૃક્ષને કાપવાની મંજૂરી માગી છે. આ બાબતે પર્યાવરણવાદીઓએ વિરોધ નોંધાવ્યો છે. પર્યાવરણવાદીઓએ આ અંગે બીએમસીને એક આવેદનપત્ર પણ આપ્યું છે. આવેદન પત્રમાં જણાવાયું છે કે, વૃક્ષના કારણે કોઇ જ અડચણ નથી એટલે તેને કાપવાની પરવાનગી આપવામાં નહીં આવે. ફૂડ કંપનીએ બીએમસીને કહ્યું છે કે, આ વૃક્ષ પહેલેથી જ અહીં છે અને અડચણરૂપ નથી, પરંતુ ફાયર ઇમરજન્સી વખતે તે મુશ્કેલી ઉભી કરી શકે છે.


comments powered by Disqus