ફિલ્મ ‘મણિકર્ણિકા’ અને પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતી કંગના રનૌતે હવે આમિર ખાન, આલિયા ભટ્ટ, મેઘના ગુલઝાર અને ટ્વિંકલ ખન્નાનું નામ લઈને નિશાન સાધ્યું છે. કંગનાએ કહ્યું કે આલિયાએ મને તેની ફિલ્મ ‘રાઝી’ની સીડી મોકલીને કહ્યું હતું કે, પ્લિઝ જરૂર જોજો... જ્યારે મારી ફિલ્મ વિશે તેણે કોઈ પ્રતિભાવ આપ્યો નથી. મારી ફિલ્મ વખતે બધા દૂર ખસી ગયા છે. રાણી લક્ષ્મીબાઈની ફિલ્મ શું માત્ર મારી ફિલ્મ છે? આમિરે ‘દંગલ’ રિલીઝ વખતે મને કોલ કરીને જોવા આવવા કહ્યું હતું. ‘દંગલ’ મારા માટે મહિલા સશક્તિકરણની ફિલ્મ હતી. હું દોડીને અંબાણીના ઘરે પણ ગઈ હતી.
આમિર અને ટ્વિંકલ બન્ને મહિલા સશક્તિકરણ પર કલાકો ચર્ચા કરે છે, પરંતુ મહિલા સશક્તિકરણ દર્શાવતી મારી ફિલ્મ માટે તેમની કોઈ પ્રતિક્રિયા જ નથી. મારી ફિલ્મની ટ્રાયલ માટે પણ તેઓ પાસે સમય હોતો નથી. સમજાતું નથી તેઓ શાનાથી આટલા બધા ડરે છે એમ કંગનાએ કહ્યું હતું.

