સ્થાનિક સમાજના જરૂરતમંદ લોકોને સહાય કરવાના સંકલ્પના ભાગરૂપે BAPS ચેરિટીઝ, લંડન દ્વારા ગયા ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં હોમલેસ લોકો માટે અંદાજે ૧૦૦૦ જેટલાં ગરમ કપડાં એકત્ર કરવામાં આવ્યા હતા.
બાળકો અને વયસ્ક વોલન્ટિયરો બન્નેએ જમ્પર્સ, જેકેટ્સ અને ટ્રાઉઝર્સ સહિત વિવિધ પ્રકારના ગરમ વસ્ત્રો એકઠાં કર્યા હતા. આ કપડાં સ્ટ્રીટ્સ પર રહેતા લોકો તેમજ સમાજના લોકોને મદદ માટે કાર્યરત બેડફર્ડશાયરની ચેરિટી NOAH એન્ટરપ્રાઈઝને પહોંચાડવામાં આવ્યા હતા.
લૂટનમાં બીએપીએસ ચેરિટીમાં લીડ વોલન્ટિયર તરીકે સેવા આપતાં કૃપાલી લાલજીએ જણાવ્યું હતું,‘ શિયાળાના કડકડતી ઠંડીના આ મહિનાઓમાં અમને હોમલેસ લોકોની ચિંતા થાય છે અને તેમના પર ખૂબ દયા આવે છે. ગરમ કપડાંનું દાન કરનારા દરેકના અમે આભારી છીએ. આ કપડાં મેળવનારા જરૂરતમંદ લોકોને થોડીક હૂંફ અને રાહત મળી હશે તેવી અમને આશા છે.’
NOAH વિશે વધુ માહિતી માટે www.noahenterprise.org/ વેબસાઈટની મુલાકાત લેવા વિનંતી.

