સંસ્થા સમાચાર

Wednesday 13th November 2019 05:08 EST
 

• પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા ૧૭.૧૧.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર નેમાબેન ફતુભાઈ મૂલચંદાણી અને સુનિતાબેન મંગલાણી (યુએસએ) છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310

• સંગમ સેન્ટર ૨૧૦ બર્ન્ટ ઓક બ્રોડવે, એજવેર, મીડલસેક્સ HA8 0APખાતે તા.૧૯.૧૧.૧૯ને મંગળવારે બપોરે ૧.૧૫ વાગે આર્થરાઈટીસના વિવિધ લક્ષણો અને પાસા વિશે નિષ્ણાત ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા પ્રવચનનું આયોજન કરાયું છે. સૌને મફત પ્રવેશ. સંપર્ક. 020 8952 7062.

• ગુજરાત હિંદુ સોસાયટી પ્રેસ્ટન સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે તા.૨૪.૧૧.૧૯ રવિવારે સવારે ૯.૩૦થી ભજન – ભોજનનું આયોજન કરાયું છે. બપોરે ૧.૩૦થી ૨.૩૦ ભોજન અને ૨.૩૦ વાગે હિન્દી ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’ દર્શાવાશે. સંપર્ક. 01772 253 901.

• ચિન્મય મિશન યુકે દ્વારા ‘ભગવદ ગીતા ફેસ્ટિવલ અને કોન્સર્ટ’નું શનિવાર તા.૧૬.૧૧.૧૯ અને રવિવાર તા.૧૭.૧૧.૧૯ સવારે ૧૦થી સાંજે ૬ દરમિયાન ચિન્મય કિર્તી, 2, એગર્ટન ગાર્ડન, હેન્ડન, NW4 4BA ખાતે આયોજન કરાયું છે. તા.૧૬ સાંજે ૬.૧૫થી ડિનર – કોન્સર્ટ. સંપર્ક. 020 8203 6288

• ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના નવેમ્બર ૨૦૧૯ના કાર્યક્રમો - તા. ૧૬ સાંજે ૫ ઈન્ટરનેશનલ કુચીપુડી ડાન્સ ફેસ્ટિવલ - તા.૧૭ સાંજે ૫.૩૦ કર્ણાટકી મ્યુઝિક કોન્સર્ટ. સંપર્ક. 020 7381 3086

• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના નવેમ્બર ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૧૫ શુક્રવાર સાંજે ૬.૩૦ ભરતનાટ્યમ – તા. ૧૮ સાંજે ૬.૩૦ હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાન – તા.૨૦ સાંજે ૬.૩૦ ભરતનાટ્યમ. સંપર્ક. 020 7491 3567

• શ્રી સ્વામીનારાયણ મંદિર (વિલ્સડન) ખાતે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ

શ્રી સ્વામીનારાયણ મંદિર (વિલ્સડન) ૨૨૦-૨૨૨, વિલ્સડન લેન લંડન NW2 5RG ખાતે ‘વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ સપ્તાહ પારાયણ’નું રવિવાર તા.૨૪.૧૧.૧૯થી શનિવાર તા.૩૦.૧૧.૧૯ દરમિયાન આયોજન કરાયું છે. પોથીયાત્રા તા.૨૪ સવારે ૮ વાગે. કથાનો સમય તા.૨૪થી તા.૩૦ સવારે ૯થી ૧૧ તેમજ તા.૨૪ સાંજે ૪થી ૬ તથા તા.૨૫થી તા.૨૯ સાંજે ૬થી ૮ રહેશે. તા.૨૯ સાંજની કથા બાદ ભજન તથા રાસ સંધ્યા અને બાદમાં મહાપ્રસાદ. તા.૩૦ સવારે ૭ મહાપૂજા, સવારે ૮ વચનામૃત પૂજન. કથા પૂર્ણાહૂતિ સવારે ૧૧ બાદમાં મહાપ્રસાદ સંપર્ક. 020 8459 4506


comments powered by Disqus