સોના ટુર્સ દ્વારા દિવાલી ધમાકાનું આયોજન

Wednesday 13th November 2019 05:28 EST
 
 

૩૧ ઓક્ટોબરે સોના ટુર્સ લિમિટેડ દ્વારા કડવા પાટીદાર હોલ ખાતે દિવાલી ધમાકા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તેમાં ઉપસ્થિત ૫૫૦થી વધુ આમંત્રિતો ટ્રાવેલ કંપનીના ૨૦૨૦ના બ્રોશરના લોંચના સાક્ષી બન્યા હતા. કાર્યક્રમમાં મેયર ઓફ હેરો કાઉન્સિલર નીતિન પારેખ અને ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સી બી પટેલ પણ હાજર હતા.

સોના ટુર્સ છેલ્લાં ૨૦ વર્ષથી યુકેમાં બિઝનેસનું સંચાલન કરે છે. શ્રીમતી કંચનબેન નેમચંદ શાહે જે વારસો આપ્યો તેને તેમના સંતાનો અને કંપનીના ડિરેક્ટરો શ્રી ચેતન શાહ અને શ્રી દિવ્યકુમાર શાહ તેમની ટીમ સાથે આગળ વધારે છે. શ્રીમતી કંચનબેન અગાઉ કેન્યામાં ટીચર હતા અને તેમણે પ્રેરણા પૂરી પાડવા અને નેતૃત્વના ગુણો તેમના સંતાનોમાં ઉતાર્યા હતા.

પ્રારંભથી જ સોના ટુર્સ એશિયન કોમ્યુનિટીના લોકોને અગાઉ ન જોયેલા હોય તેવા પર્યટન સ્થળોની મુલાકાતની સુવિધામાં સહભાગી બની હતી. પ્રવાસીઓને ડોક્યુમેન્ટેશનથી લઈને જે તે પ્રવાસ સ્થળની સંપૂર્ણ માહિતી આપવા સુધી તેમજ તમામ ટુર દરમિયાન વેજિટેરિયન, જૈન અને સ્વામીનારાયણ ભોજન પૂરું પાડવામાં સોના ટુર્સ યુકેના પ્રવાસન ઉદ્યોગમાં અગ્રેસર રહી છે.

લોકો પ્રવાસે જાય તે માટે તેમને મદદરૂપ થવા અને પ્રોત્સાહિત કરવા બદલ મેયર નીતિન પારેખ તેમજ સી બી પટેલના હસ્તે વિવિધ કોમ્યુનિટીના સમર્પિત સભ્યોનું સન્માન કરાયું હતું. કાર્યક્રમના અંતે લાઈવ મ્યુઝિક બેન્ડ તથા ડાન્સ પર્ફોર્મન્સ રજૂ થયા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા તમામ ગ્રાહકોએ સ્વાદિષ્ટ શાકાહારી ભોજનનો અને બાદમાં ચા તથા બિસ્કીટ્સની લિજ્જત માણી હતી.


comments powered by Disqus