વિચરણ માટે ટાન્ઝાનિયાના દાર-એ-સલામ પહોંચેલા પૂ. મહંત સ્વામીનું ભવ્ય સ્વાગત

Wednesday 14th August 2019 06:19 EDT
 
 

BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ ટાન્ઝાનિયાના દારેસલામ ખાતે બિરાજમાન છે. તેઓ ૮ ઓગસ્ટને ગુરુવારે દારેસલામ પધાર્યા હતા. અગાઉ ગાંધીનગરમાં વિચરણ દરમિયાન ૫મીને સોમવારે યુવાદિનની ઉજવણીમાં ગુરુનો લાભ કેવી રીતે લેવો તે વિષય પર યુવાનોએ સંવાદ રજૂ કર્યો હતો. ૬ઠ્ઠીએ બાળદિનની ઉજવણીમાં બાળપ્રવૃત્તિના સ્થાપક અને પ્રેરક પૂ. યોગીજી મહારાજને લગતાં કિર્તનો રજૂ થયા હતા. વર્ષો પહેલા આ તારીખે જ તેમણે ગાંધીનગરના અક્ષરધામનો સંકલ્પ કર્યો હતો. સાંજે બાળ સભામાં બાળકોએ નૃત્ય, સંવાદ અને પ્રસંગ કથન કર્યું હતું. પૂ. મહંત સ્વામીએ બાળકોને પૂ. યોગીબાપાના પ્રસંગો તેમજ બોધકથાઓ કહી હતી. ૮મીને સવારે પૂ. મહંત સ્વામી હરિકૃષ્ણ મહારાજ અને સંત મંડળ સાથે હવાઈમાર્ગે દારેસલામ તરફ પ્રસ્થાન કર્યું હતું. સ્થાનિક સમય મુજબ ૮મીએ બપોરે દારેસલામ પહોંચ્યા બાદ પૂ.મહંત સ્વામી મંદિરે પધાર્યા હતા. બાળકો, હરિભક્તો અને સંતો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. મંદિરે પૂજન કર્યા બાદ તેઓ ઉતારા માટે વાઈટ સેન્ડ્સ રિસોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન બે કાર્યકર શિબિર તથા એક કિશોર-કિશોરી શિબિરનું આયોજન કરાયું છે. તેમાં સમગ્ર આફ્રિકા ખંડમાંથી હરિભક્તો ભાગ લેશે. ૧૦મીએ પૂ. પ્રમુખ સ્વામી અક્ષરધામમાં ગયા તે તિથિ શ્રાવણ સુદ દસમ હતી. તે દિવસે તેમની સ્મૃતિના કિર્તનો રજૂ કરાયા હતા. પૂ. મહંત સ્વામીએ પૂ. પ્રમુખ સ્વામીને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું,‘ સ્વામીબાપા ખરેખર મહાન પુરુષ થઈ ગયા. કોઈને ખબર ન પડે તેવી રીતે ભેગા ભળી ગયા. ભેદભાવ ટાળી દીધા. એનું કારણ, સુખ આપવા. સાંજે પ્રમુખ સ્મૃતિ સભા યોજાઈ હતી. તેમાં પૂ. ત્યાગવલ્લભ સ્વામીએ અનુભવેલા અને તેમને સ્પર્શી ગયેલા પૂ. પ્રમુખ સ્વામીના પ્રસંગોનું વર્ણન કર્યું હતું.૧૧મીએ ‘દિવ્યમ’ થીમ પરની કાર્યકરોની શિબિરનું પૂ. મહંત સ્વામીએ ઉદઘાટન કર્યું હતું અને તેમને આશીર્વાદ આપ્યા હતા.


comments powered by Disqus