સંસ્થા સમાચાર

Wednesday 14th August 2019 06:26 EDT
 

• શિવમ ફાઉન્ડેશન દ્વારા શ્રી ગિરિબાપૂની ‘બાર જ્યોતિર્લિંગ કથા’નું શનિવાર તા.૧૭.૮.૧૯થી શુક્રવાર તા.૨૩.૮.૧૯ સાંજે ૪થી ૭ દરમિયાન શ્રી સનાતન હિંદુ મંદિર, ગોકલધામ સેન્ટર, ઈલિંગ રોડ, વેમ્બલી HA0 4TA ખાતે આયોજન કરાયું છે. સંગીત સંધ્યા તા.૧૮.૮.૧૯ શિવકથા બાદ રાખેલ છે. સંપર્ક. અશ્વિન પટેલ 07949 888 226

• સ્વામીનારાયણ મંદિર વાસણા સંસ્થા (SMVS) - યુકેના દ્વારા પૂ. સત્ય સંકલ્પદાસજી સ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં સત્સંગ સભાનું તા.૧૮.૮૧૯ને રવિવારે સાંજે ૬.૩૦ થી ૮ દરમિયાન સ્પોર્ટસ હોલ, કિંગ્સબરી હાઈ સ્કૂલ, પ્રિન્સેસ એવન્યુ, કિંગ્સબરી NW9 9JR ખાતે આયોજન કરાયું છ. સાંજે ૫થી ૬.૩૦ દરમિયાન મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક 07430 712 345

• સ્વામીનારાયણ ટેમ્પલ સ્ટેનમોર, વુડલેન, સ્ટેનમોર HA7 4LFખાતેના ધાર્મિક કાર્યક્રમો - તા.૨૪.૮.૧૯ શનિવાર શ્રીકૃષ્ણ જન્મોત્સવ, પ્રાગટ્ય આરતી સાંજે ૭ વાગે - તા.૨૬.૮.૧૯ સોમવાર શિવ પૂજન સવારે ૯.૩૦, ૧૧.૩૦ બપોરે ૪.૦૦, ૫.૩૦ અને સાંજે ૭ વાગે સંપર્ક. 020 8954 0205

• શ્રી કચ્છ સત્સંગ સ્વામીનારાયણ (SKS) ટેમ્પલ, ફોરેસ્ટ ગેટ, લંડન દ્વારામંદિરનીએન્યુઅલ એનિવર્સરીનુંતા.૧૯.૮.૧૯થી તા.૨૫.૮.૧૯ દરમિયાન સ્વામીનારાયણ સ્પોર્ટ્સ વર્લ્ડ, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, બ્લેક હોલ રોડ, વોન્સ્ટેડ, લંડન E11 2QW ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. કિશોર વરસાણી 07720 067 594

• ગુજરાત હિંદુ સોસાયટી, પ્રેસ્ટન સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે ૧૯ વર્ષીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પાટોત્સવ નિમિત્તે કાર્યક્રમો - શનિવાર તા.૧૭ સવારે ૯.૩૦થી સાંજે ૫.૩૦ સુધી ૧૦૮ હનુમાન ચાલીસા પાઠ, ભોજન પ્રસાદી બપોરે ૧ વાગે – રવિવાર તા.૧૮ સવારે ૯.૩૦થી સાંજે ૫.૩૦ સુધી ૧૦૮ માતાજીની સ્તુતિ, ભોજન પ્રસાદી બપોરે ૧ વાગે - બપોરે ૧૨.૩૯ સનાતન ધર્મ ધજા. સંપર્ક. 01772 253 901

• ગુજરાત હિંદુ સોસાયટી, પ્રેસ્ટન સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે જન્માષ્ટમી નિમિત્તે શનિવાર તા.૨૪.૮.૧૯ સવારે ૯.૩૦થી રાત્રે ૯.૩૦ દરમિયાન અખંડ ધૂન, યમુનાજી લોટી પૂજન, બાલભોગ, કૃષ્ણ જન્મ આરતી, પારણુ ઝૂલાવવું વગેરેનું આયોજન કરાયું છે. બપોરે ૧૨.૩૦ અને રાત્રે ૮.૩૦ ફળાહાર પ્રસાદી. સંપર્ક. 01772 253 901

• પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા ૧૮.૦૮.૧૯ સવારે ૧૧થી ૫દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર યશવંતભાઈ અને નીલમબેન સરના છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310

• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતેના કાર્યક્રમો - શનિવાર તા.૧૭.૦૮.૧૯ બપોરનીઆરતી બાદ હનુમાન ચાલીસા - રવિવાર તા. ૧૮.૦૮.૧૯ બપોરે ૩થી ૪.૪૫ ભજન, બાદમાં આરતી અને મહાપ્રસાદ. સંપર્ક. 07882 253 540

• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતેના ઓગસ્ટ – ૨૦૧૯ના કાર્યક્રમો - શનિવાર તા.૧૭ સાંજે ૬.૩૦થી ૮.૩૦ શ્રી ઠાકુર અનુકુલચંદ્રનો સત્સંગ - રવિવાર તા.૧૮ સાંજે ૬.૩૦થી ૮ ‘સત્સંગ’ - શુક્રવાર તા.૨૩ સાંજે ૬.૩૦થી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી, સાંજે ૭થી ૯ મહાપ્રસાદ, રાત્રે ૯થી ૧૨ ભજન કિર્તન. સંપર્ક. 020 8553 5471

• બ્રહ્માકુમારીઝ વર્લ્ડ સ્પિરિચ્યુઅલ યુનિવર્સિટી (યુકે) દ્વારા આધ્યાત્મિકતા વિશે વક્તા સિસ્ટર ઈન્દુના પ્રવચનનું તા.૨૫.૮.૨૦૧૯ને રવિવારે સાંજે ૬.૩૦ વાગે હેરોલ્ડ રોડ સેન્ટર, ૧૭૦, હેરોલ્ડ રોડ, લંડન E13 0SE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07440 415 365

• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના ઓગસ્ટ -૨૦૧૯ના કાર્યક્રમો - તા.૧૯થી ૨૩ સાંજે ૬.૧૫ પેઈન્ટિંગ એક્ઝિબિશન મ્યુઝીક ઓફ કોસ્મોસ – તા.૨૧ સાંજે ૬.૩૦ રીતુ રાજનું ભરતનાટ્યમ. સંપર્ક. 020 7491 3567


comments powered by Disqus