‘બેન્ડ ઓફ બોય્ઝ’ના સિંગર અને ‘જસ્સી જૈસી કોઈ નહીં’થી ફેસમ થયેલા ટીવી એક્ટર કરણ ઓબેરોય પર એક મહિલા જ્યોતિષે યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. પીડિતાનો આરોપ છે કે કરણે ફક્ત બળાત્કાર કર્યો એટલું જ નહીં, પરંતુ એનો વીડિયો બનાવીને બ્લેકમેઈલિંગ કરી રહ્યો હતો. મુંબઈની ઓશિવારા પોલીસે અભિનેતાની બળાત્કારના કેસમાં ધરપકડ કરી લીધી છે. કરણ ઓબેરોય પ્રખ્યાત અભિનેત્રી મોના સિંહ અર્થાત જસ્સીનો પૂર્વ બોયફ્રેન્ડ છે. અભિનેતા કરણની વિરુદ્ધ ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ઈન્ડિયન પીનલ કોડ કલમ ૩૭૬ (બળાત્કાર) અને ૩૮૪ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસના કહેવા અનુસાર અભિનેતાએ લગ્નની લાલચ આપીને પીડિતા સાથે બળાત્કાર કર્યો છે. કરણે બળાત્કાર કરવાની સાથે એની ફિલ્મ બનાવીને પીડિતાનું બ્લેકમેઈલિંગ કર્યું હતું અને પૈસા માંગ્યા હતા. સાથે પૈસા નહીં આપવા પર અભિનેતાએ પીડિતાનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.

