જલિયાંવાલા કાંડઃ થેરેસા મેનાં ખેદનું પુનરાવર્તન

Wednesday 15th May 2019 06:22 EDT
 
 

લંડનઃ વડા પ્રધાન થેરેસા મેએ જલિયાંવાલા બાગ હત્યાકાંડ અંગે ફરી એક વખત માત્ર ખેદ વ્યક્ત કર્યો છે. લંડન ડાઉનિંગ સ્ટ્રીટ પર વૈશાખી સમારંભ દરમિયાન વડા પ્રધાન મેએ ગત મહિને હાઉસ ઓફ કોમન્સમાં આપેલા પોતાના નિવેદનું પુનરાવર્તન કર્યું હતું, જેમાં તેમણે આ હત્યાકાંડને યુકે-ભારતીય ઇતિહાસનો ‘શરમજનક ડાઘ’ ગણાવ્યો હતો.

મેએ કહ્યું કે અમને ખેદ છે કે જે કાંઈ થયું અને જેના કારણે લોકોને ત્રાસદીનો સામનો કરવો પડ્યો. ભારત જલિયાવાલા બાગ હત્યાકાંડની ૧૦૦મી વર્ષી મનાવી રહ્યું છે. ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન જનરલ ડાયરના હુકમથી બ્રિટિશ સૈનિકોએ રોલેટ એક્ટનો વિરોધ કરી રહેલા નિઃશસ્ત્ર લોકો પર ૧૩ એપ્રિલ ૧૯૧૯ના રોજ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં મહિલાઓ અને બાળકો સહિત૧૦૦૦થી વધુ લોકો માર્યા ગયાં હતાં.


comments powered by Disqus