લંડનઃ પોતાના માલિકો અને પૂર્વ પતિ અથવા પૂર્વ પત્નીએ કરેલી કરચોરીની માહિતી આપનારા બાતમીદારોને રેવન્યુ ઓથોરિટીએ ખાનગીમાં હજારો પાઉન્ડ ચૂકવ્યા હતા. એચએમ રેવન્યુ એન્ડ કસ્ટમ્સ દ્વારા ટેક્સચોરીની તપાસમાં મદદરૂપ થાય તેવી માહિતી બદલ છેલ્લાં પાંચ વર્ષમાં £૨.૨.મિલિયન કરતાં વધુની રકમ ચૂકવવામાં આવી હતી.
જોકે, આ રકમ કરદાતાએ ચૂકવેલા નાણાંમાંથી વપરાઈ હોવા છતાં તે રકમનો ડિપાર્ટમેન્ટ દ્વારા વાર્ષિક હિસાબોમાં ક્યાંય ઉલ્લેખ કરાયો ન હતો. એચએમઆરસીને દર વર્ષે ટેક્સ પેટે લેવાની નીકળતી કુલ રકમની ૫.૭ ટકા જેટલી એટલે કે ૩૩ બિલિ. પાઉન્ડની રકમની વસૂલાત થતી નથી. તે માને છે કે લોકો અને બિઝનેસીસ દ્વારા આ રકમની ચોરી કરવામાં આવે છે.
