ડ્ર્ગ્સ રાખવા બદલ યુથ પાર્લામેન્ટના પૂર્વ સભ્યને જેલ

Wednesday 15th May 2019 06:29 EDT
 

લંડનઃ યુવાનોને હકારાત્મક પસંદગી કરવા માટે પ્રોત્સાહિત કરવાનું વચન આપનારા યુથ પાર્લામેન્ટના ભૂતપૂર્વ સભ્ય જોર્ડી માટુબાને ૧૨,૦૦૦ પાઉન્ડની કિંમતનું ક્રેક કોકેઈન અને હેરોઈન રાખવા બદલ બે વર્ષ અને આઠ મહિનાની જેલની સજા થઈ હતી. ગયા સપ્ટેમ્બરમાં નોર્થ લંડનના હેકનીમાં વિવિધ ગેંગ પરના શ્રેણીબદ્ધ દરોડામાં તેની પાસેથી આ ડ્ર્ગ્સ મળી આવ્યું હતું.

વુડબેરી ડાઉન એસ્ટેટનો ૨૨ વર્ષીય માટુબા ૨૦૧૪માં હેકની યુથ પાર્લામેન્ટના સભ્ય તરીકે ચૂંટાયો હતો. તેણે ‘એ’ શ્રેણીનું ડ્રગ સપ્લાય કરવાના ઈરાદે પોતાની પાસે રાખ્યું હોવાના બે આરોપ કબૂલ્યા હતા. બરોના નોર્થમાં સ્ટોક નેવિંગ્ટનમાં દરોડામાં ૩૮ની ધરપકડ કરાઈ હતી.


comments powered by Disqus