પરિણીતિ ફિલ્મના પાત્ર માટે જ બે મહિના ઈંગ્લેન્ડમાં વિતાવશે

Saturday 18th May 2019 06:35 EDT
 
 

મેથડ એક્ટિંગ માટે હોલિવૂડના કેટલાય કલાકારો વખાણાય છે. એવી જ રીતે બોલિવૂડમાં પણ કેરટેકર માટે કેટલાય કલાકારો ખૂબ મહેનત કરે છે. પરિણીતિ ચોપરા પણ પોતાની આવનારી ફિલ્મ ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ના પોતાના કેરેક્ટર માટે આવું જ કંઈક કરવા જઈ રહી છે. ફિલ્મનું શૂટિંગ અને તૈયારી માટે તે આવનારા બે મહિના ઇંગ્લેન્ડમાં વિતાવવાની છે. તે જુલાઈ મહિનામાં ઇંગ્લેન્ડ માટે રવાના થશે. આ ફિલ્મની એનાઉન્સમેન્ટ હાલમાં જ થઈ છે. આ મિસ્ટ્રી થ્રિલર ફિલ્મનું ટાઇટલ હજી સુધી ફાઇનલ નથી. આ ફિલ્મને રિભુ દાસગુપ્તા ડાયરેક્ટ કરશે અને આ આવતા વર્ષે રિલીઝ થશે.
ફિલ્મની તૈયારીઓ વિશે પરિણીત જણાવે છે, મારા માટે કેરેક્ટરના મૂડમાં બન્યા રહેવું ખૂબ જરૂરી હોય છે. તેથી જ આ ફિલ્મ કેરેક્ટર પ્રેમથી લઈને શૂટિંગની પ્રોસેસ સુધી એક જ સ્ટ્રેચમાં બે મહિનામાં પૂરી કરાશે. ઇંગ્લેન્ડમાં ફિલ્મનું એક જ શેડ્યૂલ રહેશે. સામાન્ય રીતે ઇંગ્લેન્ડ મારા માટે હોલિડે સ્પોટ જેવું છે પણ આ વખતે તે ગ્રાઉન્ડ ઝીરો સાબિત થવાનું છે. ત્યાં મારા અનેક મિત્ર છે પરંતુ આ વખતે હું જરા પણ એન્જોય નથી કરવાની. મારું શેડ્યૂલ માત્ર દરરોજ સેટ પર જવું અને હોટેલ પાછા આવવું જ રહેશે.


comments powered by Disqus