રોધરહામ ગ્રૂમીંગ તપાસમાં ૪૦ની ધરપકડ

Wednesday 15th May 2019 06:25 EDT
 
 

લંડનઃ સાઉથ યોર્કશાયરના રોધરહામમાં બાળકોનું જાતીય શોષણ કરતી ગ્રૂમીંગ ગેંગની તપાસ કરી રહેલા ડિટેક્ટિવ્સે બે મહિલા સહિત ૪૦ શકમંદોની ધરપકડ કરી હતી. ૧૩ પીડિતોએ ૧૯૯૭ અને ૨૦૧૫ વચ્ચે તેમનું શોષણ થયાંનો આક્ષેપ કર્યાંના પગલે નેશનલ ક્રાઈમ એજન્સી (NCA) દ્વારા ઓપરેશન સ્ટોવવુડના ભાગરૂપે આ ધરપકડ કરાઈ હતી.

ઐતિહાસિક શોષણકાંડની તપાસ કરી રહેલી એજન્સી NCAના કાર્લ વેસી - બાઈટસને જણાવ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં લોકોની ધરપકડ જ દર્શાવે છે કે પીડિતોને સાંભળવાની અને ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવાની અમારી ઈચ્છા જરાપણ ડગી નથી. આ પ્રદેશમાં પુરુષોની ગેંગ દ્વારા ૧,૪૦૦થી વધુ બાળકો પર દુષ્કર્મ અને જાતીય શોષણ થયાનું અહેવાલમાં જણાયા બાદ ૨૦૧૫માં ઓપરેશન સ્ટોવવુડ હાથ ધરાયું હતું.


comments powered by Disqus