વહીવટી ભૂલથી પેન્શન અટકતાં મહિલાની આત્મહત્યા

Wednesday 15th May 2019 06:20 EDT
 
 

લંડનઃ વહીવટી ભૂલને લીધે પેન્શન અટકયા બાદ નાણાં ખલાસ થઈ જતાં ૮૧ વર્ષીય મહિલા જોય વોરલે પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. નોર્થ વેલ્સમાં રાહેસકેઈમાં તેમનાં મકાનની નજીકની ક્વોરીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. સરકારે દાદીમાનું પેન્શન અટકાવવાની ઘટનાને ક્લેરિકલ ભૂલ ગણાવી તે વિશે પરિવારની બિનશરતી માફી માગી હતી.

તેમનાં બેંક ખાતામાં માત્ર પાંચ પાઉન્ડ હતા અને તેમણે બચાવેલાં તમામ ૫,૦૦૦ પાઉન્ડ ખર્ચી નાંખ્યા હતા. તેઓ ડિવોર્સી હતાં અને સ્વસ્થ તેમજ સ્વતંત્ર હતાં. તેઓ એટલાં સ્વમાની હતાં કે પોતાની પાસે કોઈ રકમ નથી તેવું પરિવારજનોને કહી શકતાં ન હતાં. તેમને સપ્લિમેન્ટરી પેન્શન ક્રેડિટ પેમેન્ટ તેમજ બેઝિક પેન્શન મળતું હતું. પરંતુ, જુલાઈ ૨૦૧૭માં રિએસેસમેન્ટ પછી તેમનાં બન્ને પેન્શન ૧૫ મહિના સુધી અટકી ગયા હતા. વર્ક એન્ડ પેન્શન્સ મિનિસ્ટર ગાય ઓપેરમાને સિસ્ટમમાં ભૂલના લીધે તેમને ચૂકવણીઓ અટકી ગઈ હોવાનું જણાવી માફી માગી હતી


comments powered by Disqus