લંડનઃ સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓને કાઢી મૂકવાની ઘટનાઓના ૨૫ ટકા શિક્ષકો સાક્ષી છે, જ્યારે વિધિસર હકાલપટ્ટીની પ્રક્રિયા અપનાવ્યા વિના બાળકોને સ્કૂલમાંથી ઉઠાડી લેવા વાલીઓને દબાણ કરવામાં આવતું હોવાનું ૬૬ ટકા શિક્ષકોનું માનવું છે.
ઓફસ્ટેડ દ્વારા ૧,૦૦૦ શિક્ષકોના સર્વેમાં બાળકોને ઉઠાડી નહીં લેવાય તો તેમના બાળકોના કેવા હાલ થશે તેવી ધમકી આપીને સ્કૂલના વડાઓ વાલીઓમાં ભય ઉભો કરતા હોવાનું જણાયું હતું. વિધિસરની હકાલપટ્ટીમાં લોકલ ઓથોરિટી પણ સંકળાયેલી હોય છે અને કાયદાની દ્રષ્ટિએ તેને વૈકલ્પિક સ્કૂલ શોધી આપવાની હોય છે. જ્યારે ઓફ-રોલિંગમાં વાલીઓએ જાતે વૈકલ્પિક સ્કૂલ શોધવી પડે છે.

