લંડનઃ અમૃતસર હત્યાકાંડના શતાબ્દિ વર્ષમાં સાંસદ વીરેન્દ્ર શર્માએ જલિયાંવાલા બાગમાં હત્યા પામેલા અથવા જેમની પર હુમલો થયો હોય તેવા પીડિતોના વંશજોને જાહેરમાં આવવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું, ‘આઝાદી સુધી દોરી ગયેલા આ તણખામાં મૃત્યુ પામેલા લોકોને યાદ કરવા માટે આપણે સૌ વિશેષ પ્રયાસ કરીએ તેમ હું ઈચ્છું છું. પોતાના પરિવારજનોને ગુમાવવાની પીડા સાથે જીવી રહેલા લોકો અથવા જે લોકો બચી ગયા હતા તેમના પર ગુજારવામાં આવેલા અત્યાચારની વાતો તેમજ આ ઘટનામાં જે બન્યું હતું તેની ભયાનકતાને ઉજાગર કરીશું. મને આશા છે કે લોકો આગળ આવશે અને તેમના પરિવારજનો વિશે કહેવા માટે મારો સંપર્ક કરશે અને હું જે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું તેમાં ભાગ લેશે તેવી આશા છે’
વીરેન્દ્ર શર્મા અમૃતસર હત્યાકાંડમાં જલિયાંવાલા બાગમાં પોતાના પરિવારજનોને ગુમાવનારા યુકેમાં રહેતા લોકોને મળવા ઈચ્છે છે. તેઓ વીરેન્દ્ર શર્માના ઈમેલ એડ્રેસ
[email protected] પર અથવા 020 7219 6080 પર સંપર્ક કરી શકશે.

