આતંકીઓ દ્વારા કાશ્મીરના ઉરીમાં ભારતીય સેના પરના હુમલા પછી ભારતીય સૈન્યએ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. ફિલ્મ ‘ઉરી’ આ ઘટના પર જ આધારિત છે. તાજેતરમાં રિલીઝ થયેલી આ ફિલ્મનું લેખન – દિગ્દર્શન આદિત્ય ધરે સંભાળ્યા છે. ફિલ્મના નિર્માતા રોન સ્ક્રૂવાલા છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં વિકી કૌશલ, યામી ગૌતમ અને પરેશ રાવલ જેવા કલાકારો છે.
ભારતીય સર્જિકલ સ્ટ્રાઈક અંગે રાજનૈતિક દૃશ્ય પણ ફિલ્મમાં છે. જોકે ફિલ્મમાં તે અલગ અંદાઝથી દર્શાવાયા છે. સર્જિકલ સ્ટ્રાઈક અંગે પુરાવા માંગવામાં આવ્યા જેવા મુદ્દાને પણ ફિલ્માવાયા છે.
વિકી કૌશલ અભિનયમાં એક્કો
અભિનયની વાત કરીએ તો વિકી કૌશલ તેની દરેક ફિલ્મમાં અદભુત અભિનયથી દર વખતે મેદાન મારી જાય છે. આ ફિલ્મમાં તેણે ઈતિહાસ દોહરાવ્યો છે અને દર્શકોને તે જકડી રાખે છે. પરેશ રાવલ અને વિકી કૌશલના અભિનયથી ફિલ્મ ઉંચકાય છે. યામી ગૌતમે પણ પોતાનું પાત્ર સુંદર રીતે ભજવ્યું છે.

