રણબીર કપૂર - આલિયા ભટ્ટની જૂનમાં સગાઈની શક્યતા

Thursday 17th January 2019 05:32 EST
 
 

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના સંબંધની ચર્ચા ઘણા સમયથી થઇ રહી છે. બન્ને જણા અયાન મુખર્જીની ફિલ્મમાં પણ સાથે દેખાવાના છે. રણબીર અને આલિયાના પરિવારને પણ આ બન્નેની દોસ્તી પસંદ છે. તેમજ બન્નેના પરિવાર પણ ઇચ્છે છે કે બન્નેએ લગ્ન કરવા જોઇએ. જોકે હવે લાગે છે કે તેમના રણબીર આલિયાના સંબંધ દોસ્તી કરતાં આગળ વધશે. ચર્ચા છે કે રણબીરની માતા નીતુ ઇચ્છે છે કે, રણબીર આલિયાનું સગપણ જલદીથી થઇ જવું જોઇએ, પણ રણબીર-આલિયાની ઇચ્છા તેમની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ રિલીઝ થાય પછી સગાઈ કરવાની છે. આલિયા અને રણબીર એકબીજાના પરિવારમાં હળીભળી ગયા છે. વારંવાર બન્ને એકબીજાના ઘરે પણ જોવા મળે છે. રણબીરની બહેન રિદ્ધિમાએ તાજેતરમાં આલિયાને એક ગોલ્ડ પ્લેટેડ રિંગ પણ ભેટ આપી હતી. જેના ઉપર અંગ્રેજીમાં એઆર લખેલું જોવા મળે છે. રિશી કપૂર હાલમાં અમેરિકામાં પોતાની સારવાર કરાવી રહ્યો છે. નીતુ તેની સાથે જ છે. તેઓ રિશી કયા રોગથી પીડાય છે તે જણાવતા નથી, પરંતુ તે કેન્સરથી પીડાઇ રહ્યાની અટકળ થઇ રહી છે.


comments powered by Disqus