યુકેમાં સ્ટ્રીટ્સ પર રાષ્ટ્રીય સરેરાશ પ્રદૂષણની સરખામણીમાં લંડન અંડરગ્રાઉન્ડમાં ૪૯ ગણું વધુ પ્રદૂષણ હોવાનું અભ્યાસમાં જણાયું હતું. ટ્રાન્સપોર્ટ ફોર લંડન દ્વારા કરાયેલા સંશોધનમાં જણાયું હતું કે અપૂરતા વેન્ટિલેશન અને જૂના થઈ ગયેલાં સ્ટેશનોને લીધે પ્રવાસીઓને ભરચક રસ્તા પર જેટલું પ્રદૂષણ અનુભવાય તેનાથી વધુનો અનુભવ ટ્યૂબમાં થાય છે.
• મેનોપોઝમાં HRT ગોળી લેતી મહિલાઓને લોહી ગંઠાવાનું જોખમ
માસિકધર્મ દરમિયાન હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી (HRT) ની ઓરલ પીલ્સ લેતી મહિલાઓેને લોહીની જીવલેણ ગાંઠો થવાનું જોખમ વધી જતું હોવાનું અભ્યાસમાં જણાયું હતું. નિષ્ણાતોએ વર્ષોથી માસિકધર્મમાં બેસતી મહિલાઓને આ ગોળીઓ આપતા પહેલા પેચીઝ આપવાની ભલામણ કરી હતી. પેચીઝ, ક્રિમ અને જેલના ઉપયોગથી લોહી ગંઠાવાનું જોખમ રહેતું નથી. બે હોર્મોનના મિશ્રણવાળી ગોળીઓ લેવાથી લોહી ગંઠાવાનું જોખમ ૭૩ ટકા વધી જાય છે.
• ગરીબીને લીધે પરિવારો અને કોર્ટને નુક્સાન
દેશના સૌથી સિનિયર જજે અસાધારણ રાજકીય નિવેદન આપતાં જણાવ્યું હતું કે ગરીબીને લીધે લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. સુપ્રિમ કોર્ટના પ્રેસિડેન્ટ અને બેરોનેસ હેલ ઓફ રિચમન્ડે ઉમેર્યું હતું કે કેટલાંક પરિવારો પોતાના સંબંધોને કાયદેસર માન્યતા મળે તેના માટે લડતાં હોય છે. આપણે એ ભૂલવું ન જોઈએ કે અન્ય એવાં પણ પરિવારો છે જે તેમનાં જીવનનિર્વાહના ખર્ચને પહોંચી વળવા માટે ભારે સંઘર્ષ કરતાં હોય છે.
• દસ દર્દીઓએ A&Eની ૨,૦૦૦ વિઝિટ લીધી
સેંકડોથી હજારો દર્દીઓ દર વર્ષે ઈમરજન્સી ડિપાર્ટમેન્ટ્સની વર્ષે દસથી વધુ વિઝિટ લેતા હોય છે જ્યારે દસ દર્દીઓએ તો ૨,૦૦૦ વખત તેની વિઝિટ લીધી હતી. હેલ્થકેર એનાલિસિસ કંપની ડો. ફોસ્ટર દ્વારા NHS હોસ્પિટલની માહિતીના કરેલા વિશ્લેષણમાં જણાયું હતું કે જૂન ૨૦૧૭ અને ગયા મે વચ્ચે ૩૧,૯૪૨ લોકોએ ઈંગ્લેન્ડમાં A&Eની દસ અથવા તેથી વધુ વખત મુલાકાત લીધી હતી.
