• સંક્ષિ્પ્ત સમાચાર (યુકે)

Tuesday 15th January 2019 04:09 EST
 

 • ગ્રામર સ્કૂલમાંથી ઓક્સબ્રીજ પહોંચતા વધુ અશ્વેત વિદ્યાર્થીઓ

દેશના તમામ ભાગોમાંથી કેમ્બ્રીજમાં જતાં કુલ વિદ્યાર્થીઓ કરતાં વધુ વિદ્યાર્થીઓ બ્લેક એન્ડ માઈનોરિટી એથનીક (BAME) ગ્રામર સ્કૂલોમાંથી જતાં હોવાનું વિશ્લેષણમાં જણાયું હતું. હાયર એજ્યુકેશન પોલીસી ઈન્સ્ટિટ્યુટ (Hepi)ના અહેવાલ મુજબ ગ્રામર સ્કૂલો આવેલી હોય તેવાં વિસ્તારોમાં રહેતા અતિ વંચિત પરિવારોમાંથી ૨૦ ટકા પરિવારોના બાળકોની ઓક્સફર્ડ અથવા કેમ્બ્રીજમાં સ્થાન મળવાની શક્યતા બમણી થઈ જાય છે.

• વાંચનને લીધે મિત્રો કરતાં આગળ નીકળતાં બાળકો

બાળકો સ્કૂલે જતાં થાય તેના પહેલાં તેમની સાથે વાંચન કરવાથી તેઓ ભાષા કૌશલ્યમાં તેમનાં મિત્રો કરતાં આઠ મહિના આગળ નીકળી જતાં હોવાનું નવા સંશોધનમાં જણાયું હતું. વિદ્યાર્થીઓને નાની ઉંમરથી પુસ્તકો વાંચતા શીખવવામાં આવે તો વિદ્યાર્થીઓને કેટલો લાભ થાય તે શોધવા માટે ન્યૂકેસલ યુનિવર્સિટી દ્વારા છેલ્લાં ૪૦ વર્ષમાં થયેલાં ૧૬ અભ્યાસનું વિશ્લેષણ કરાયું હતું.

• હોલમીલ બ્રેડ ખાવાથી જીવલેણ રોગનું જોખમ ઘટે

હોલમીલ બ્રેડ, અનાજ અને વિવિધ પ્રકારની દાળ ખાવાથી ત્રણ જીવલેણ રોગો થવાનું જોખમ ઘટી જતું હોવાનું અભ્યાસમાં જણાયું હતું. હૃદયરોગ અને કેન્સર તેમજ ડાયાબિટીસ જેવા રોગોથી મૃત્યુ થવાનું જોખમ ઘટી શકે તેમ અભ્યાસમાં જણાતા લોકોને પ્રોસેસ કર્યા વિનાનું આખું અનાજ ખાવા લોકોને અનુરોધ કરાયો હતો.

• ઓફ્સ્ટેડને બદલે પ્રાઈમરી સ્કૂલની મુલાકાત લેવા સલાહ

સારી પ્રાઈમરી સ્કૂલમાં બાળકને પ્રવેશ અપાવવા ઈચ્છતાં વાલીઓએ ઓફ્સ્ટેડના જૂના થઈ ગયેલાં અહેવાલો પર આધાર રાખવાને બદલે તે સ્કૂલોની મુલાકાત લેવા ગુડ સ્કૂલ ગાઈડમાં જણાવાયું હતું. સરકારી સ્કૂલોના નિષ્ણાતના જણાવ્યા મુજબ સ્કૂલ કેવી છે તે જાણવું હોય તો દિવસનું શૌક્ષણિક કાર્ય પૂરું થાય પછી હાલના વાલીઓ સાથે સ્કૂલ વિશે વાતચીત કરવી જોઈએ. સ્કૂલનું ઈન્સ્પેક્શન એક વર્ષ અગાઉ થયું હોય તો પણ વાલીઓ ઘણીવાર તે સ્કૂલને ઓફસ્ટેડ તરફથી ‘આઉટસ્ટેન્ડિંગ’ કે ‘ગુડ’ રેટિંગ મળ્યું છે તે જ જોતાં હોય છે.


comments powered by Disqus