૧૨ ઓક્ટોબરને શનિવારે બર્મિંગહામ સ્થિત કોમ્યુનિટી ગ્રૂપ એશિયન વુમન ફેસ્ટિવલને નેશનલ લોટરી દ્વારા ૧૦,૦૦૦ પાઉન્ડની ગ્રાન્ટ અપાઈ હતી. લોર્ડ મેયર ઓફ લીડ્ઝ કાઉન્સિલર એઈલીન ટેઈલરે લીડ્ઝમાં માલ્મેઈસન ખાતે આફ્ટરનૂન ટી ઈવેન્ટમાં ગ્રૂપને આ ચેક અર્પણ કર્યો હતો.
ફેસ્ટિવલ ડિરેક્ટર અને સ્થાપક શનિ ધાંડાએ ગ્રાન્ટ બદલ નેશનલ લોટરીનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે પોતે અને ટીમે તથા તમામ કોમ્યુનિટીએ કરેલા કાર્ય બદલ પોતે ગૌરવની લાગણી અનુભવે છે.
સંસ્કૃતિ, વાતચીત અને કલાના માધ્યમથી યુકેના સૌ પ્રથમ એશિયન વુમન ફેસ્ટિવલનું આ વર્ષે ૩૦મી માર્ચે બર્મિંગહામમાં આયોજન થયું હતું. તે કાર્યક્રમમાં ૧,૦૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. એશિયન મહિલાઓને બીરદાવવાનો, તેમને જૂની પ્રણાલિમાંથી બહાર લાવવાનો અને સશક્ત બનાવવાનો આ યુકેનો સૌ પ્રથમ કાર્યક્રમ હતો. તેમાં દિવસભર પેનલ ડિસ્કશન, વર્કશોપ્સ, આર્ટ એક્ઝિબિશન, લાઈવ પર્ફોર્મન્સીસ, ફેસ્ટિવલ બાઝાર વગેરેનું આયોજન થયું હતું.

