• એશ્લીનવુડ દ્વારા તા.૧૭.૧૦.૧૯ને ગુરુવારે સાંજે ૫.૩૦થી ૭.૩૦ દરમિયાન ફ્રી ઈન્હેરીટન્સ ટેક્સ પ્લાનિંગ સેમીનારનું સેન્ટ્રલ લંડનમાં આયોજન કરાયું છે. સંપર્ક. [email protected]
• શ્રી લિંબાચીયા જ્ઞાતિ ફેડરેશન યુકે દ્વારા ગુજરાતના મસાલા ગ્રૂપના મ્યુઝિક સાથે શરદ પૂર્ણિમાના ગરબાનું તા.૧૯.૧૦.૧૯ને રવિવારે સાંજે ૭થી ૧૧ દરમિયાન રોલિંગ એકેડેમી, લફબરો રોડ, લફબરો LE12 8DY ખાતે આયોજન કરાયું છે. પ્રવેશ મફત. સંપર્ક. અશ્વિનભાઈ ગલોરિયા 07914 000 675
• પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા ૨૦.૧૦.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર નેમાબેન અને ફતુભાઈ મૂલચંદાણી છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310
• ઓમ શક્તિ સેન્ટર દ્વારા ‘ગ્રાન્ડ દિવાલી મિલન’નું રવિવાર તા.૨૩.૧૦.૧૯ સવારે ૯.૩૦થી બપોરે ૩ દરમિયાન હેરો લેઝર સેન્ટર, બાયરન હોલ, હેરો HA3 5BD ખાતે આયોજન કરાયું છે. સવારે ૧૦.૩૦ ચા-નાસ્તો, ૧૦,૪૫થી બપોરે ૧.૪૫ વિવિધ કાર્યક્રમો, દિવાલી લંચ બપોરે ૨ વાગે. વિવિધ સ્ટોલ્સ અને રેફલ ડ્રો પણ યોજાશે. સંપર્ક. રંજનબેન માણેક (MBE) 07930 335 978
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતેના કાર્યક્રમો - તા.૧૭.૧૦.૧૯ બપોરે ૨થી કરવા ચોથની ઉજવણી - તા.૨૭.૧૦.૧૯ રવિવાર સાંજે ૬.૩૦ થી ૮ ‘સત્સંગ’ - સંસ્થામાં દર બુધવારે સાંજે ૬થી ૮ યોગ અને ધ્યાન તથા સાંજે ૭.૩૦થી ૯.૩૦ શ્રીમદ ભાગવતમહાપુરાણ કથા યોજાય છે. સંપર્ક. 020 8553 5471
• ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના ઓક્ટોબર ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૨૦ સાંજે ૬ પલ્લબ બંદોપાધ્યાયનો વાયોલિન કોન્સર્ટ – તા.૨૬ સાંજે ૬ ઉત્તરા એસ જોશી શામ-એ-ગઝલ. સંપર્ક. 020 7381 3086
• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતે ઓક્ટોબર ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૨૩ સાંજે ૬.૩૦ નાટક – કાક ચોરિત્તો - તા.૨૫ સાંજે ૬.૩૦ મલ્યબાન ચેટરજી દ્વારા હિંદુસ્તાની ગાયન અને ભજન સંપર્ક. 020 7491
નાગરેચા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રસ્તુત દિવાલી ડબલ ધમાકા
બોલિવુડના સદાબહાર હીટ ગીતો અને સૂફી ગીતો સાથે નાગરેચા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રસ્તુત કરે છે ‘દિવાલી ડબલ ધમાકા’. સૂફી ગાયક સુનિલ સોલંકી, વોઈસ ઓફ લતાજી એન્ડ આશાજી ઋતુ પટેલ, તેમજ ગાયકો નીલેશ જૈન અને ભાર્ગવ ઉપાધીયા મ્યુઝિક મસ્તી લાઈવ બેન્ડ સાથે રેલાવશે સૂરોની સરગમ. તા.૧૯.૧૦.૧૯ને શનિવાર સાંજે ૮ વાગે. સ્થળ - હરિબેન બચુભાઈ નાગરેચા હોલ, ૧૯૮-૨૦૨, લેયટન રોડ, લંડન E15 1DT. સંપર્ક. 07946 565 888
પંકજ સોઢા પ્રસ્તુત દિવાલી શોપિંગ ફેસ્ટિવલ ૨૦૧૯
પંકજ સોઢા દ્વારા ગેલેક્સી શોઝ લંડન, સ્કાયલિંક યુકે અને સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનના ઉપક્રમે ‘દિવાલી શોપિંગ ફેસ્ટિવલ ૨૦૧૯’ નું શનિવાર તા.૧૯.૧૦.૧૯ અને રવિવાર તા.૨૦.૧૦.૧૯ સવારે ૧૦થી રાત્રે ૮ દરમિયાન હેરો લેઝર સેન્ટર, ક્રાઈસ્ટચર્ચ એવન્યુ, હેરો HA3 5BD ખાતે આયોજન કરાયું છે. ફેસ્ટિવલમાં એક્ટ્રેસ અને ડાન્સર મમતા સોની, લેડીઝ સ્પેશિયલ સોની ટીવી બીજલ જોશી અને એક્ટ્રેસ તથા ગાયિકા રીના સોની ખાસ હાજરી આપશે. ફેસ્ટિવલમાં ફૂડસ્ટોલ્સ, સ્વીટ્સ, ફેશન સ્ટોલ્સ, મહેંદી, જ્વેલરી તેમજ વેરાઈટી સ્ટોલ્સ પર ખરીદીનો લાભ મળશે. સંપર્ક. વીડિયોરામા 020 8907 0116
TAL દ્વારા ‘દિવાલી ઓન ટ્રફલ્ગાર સ્ક્વેર’ યોજાશે
તેલુગુ એસોસિએશન લંડન (TAL) અને દિવાલી ઈન લંડન કમિટી (DiL)ના સંયુક્ત ઉપક્રમે મેયર ઓફ લંડન ઈવેન્ટ ‘દિવાલી ઓન ટ્રફલ્ગાર સ્ક્વેર’ (DOTS) એટલે કે દિવાળીની ઉજવણીનું તા.૩.૧૧.૨૦૧૯ને રવિવારે આયોજન કરાયું છે. ટ્રફલ્ગાર સ્ક્વેર ખાતે દિવાળીની ઉજવણી માટેની દિવાલી ઈન લંડન કમિટીની રચના અન્ય ૧૪ સંસ્થાઓ સાથે કરાઈ હતી. દર વર્ષે એક સંસ્થા આ કમિટીનું અધ્યક્ષપદ સંભાળે છે. આ સંસ્થાઓમાં બીએપીએસ સ્વામીનારાયણ મંદિર, બ્રહ્માકુમારીઝ યુકે, ચિન્મય મિશન, ઈસ્કોન યુકે, વિશ્વ હિંદુ પરિષદ, યુકે વગેરેનો સમાવેશ થાય છે. આ વર્ષે કમિટીના અધ્યક્ષસ્થાને રહેલા તેલુગુ એસોશિએશન લંડન દ્વારા ઈલ્ફર્ડ ખાતે ૧૧ ઓક્ટોબરને શુક્રવારે ઈવેન્ટ લોંચ પાર્ટીની યજમાની કરાઈ હતી.
