લંડનઃ જ્યૂઈશ સમાજની રચનાના વિરોધમાં હજારો વિદ્યાર્થીઓએ વોટિંગ કર્યું તે પછી કથિત એન્ટિસેમિટિઝમની તપાસના ભાગરૂપે એસેક્સ યુનિવર્સિટીએ તેમના એક સ્ટાફ મેમ્બરને સસ્પેન્ડ કર્યા હતા.
કોમ્પ્યુટિંગ અને ઈલેક્ટ્રોનિક્સ શીખવાડતા લેક્ચરર મારુફ અલીને સસ્પેન્ડ કર્યાની બાબતને યુનિવર્સિટીએ ઈન્કાર કે સમર્થન આપ્યું ન હતું. મારુફ અલીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ઝાયોનિસ્ટ્સ અમારી યુનિવર્સિટીમાં સમાજની રચના કરવા માગે છે. તેમણે ઈઝરાયેલ અને નાઝીઓ વચ્ચે સરખામણી કરી હતી. તેમણે જર્મન નાઝીઓાના શાસન દરમિયાન યહૂદીઓની થયેલી સામૂહિક હત્યા વિશે પણ પ્રશ્ર ઉઠાવ્યો હતો. અલીએ ‘ઝાયોનિસ્ટ મીડિયા’ પર બ્લેકઆઉટ વિશે પણ લખ્યું હતું.

