પુલવામાના આંતકી હુમલાને ધ્યાને લઇ ૧૯મી ફેબ્રુઆરીના રોજ ઓલ ઇન્ડિયા સિને વર્કર્સે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને પત્ર લખી પાકિસ્તાની કલાકારોના વિઝા રદ કરવાની ભલામણ કરી હતી. હવે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલોઇઝે આતંકી હુમલાના કસૂરવારો પ્રત્યે કથિત રીતે વિવાદાસ્પદ બચાવ કરનારા પૂર્વ ક્રિકેટર, રાજકારણી અને કોમેડિયન એક્ટર નવજોતસિંહ સિદ્ધુ પર પ્રતિબંધ મૂકવા વિચાર કર્યો છે. સિદ્ધુ વિરુદ્ધ ફિલ્મસિટી મેનેજમેન્ટને પત્ર લખીને અરજી કરાઈ છે કે, દેશના જવાનો વિરુદ્ધ નિવેદન કરનારા સિદ્ધુના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવે. સાથે સાથે ફિલ્મસિટીનાં પાકિસ્તાની કલાકારોના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવાની માગ ઊઠી છે જેઓ વિભિન્ન રિયાલિટી શો માટે આવતાં-જતાં રહે છે.

