બોલિવૂડની અભિનેત્રી રવિના ટંડન ઘણા સંગઠનોની સાથે મળીને પરોપકારી કામ કરવા જાણીતી છે. તાજેતરમાં રવિનાએ જાહેર કર્યું છે કે તે પુલવામાના આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના બાળકોને અભ્યાસમાં મદદ કરશે. રવિના તાજેતરમાં ટંડન મુંબઇમાં આયોજિત એક સૌંદર્ય સ્પર્ધાના એવોર્ડ વિતરણ સમારોહમાં સામેલ થઇ હતી તે દરમ્યાન રવિનાએ આ વાત જણાવી હતી. રવિનાએ જણાવ્યું હતું કે, આ એ ઘડી છે કે જયારે દરેક જણે આગળ આવીને દેશના જવાનોના પરિવારને પડખે રહેવું જોઈએ અને જે પણ મદદ કરી શકાય તે કરવી જોઇએ. આ મદદ જવાનોના પરિવારો માટે ખૂબ ઉપયોગી થશે.

