પ્રેમની આ યાદગાર તસવીરના જનકનું નિધન

Wednesday 27th February 2019 06:36 EST
 
 

આ તસવીર ૧૪ ઓગસ્ટ ૧૯૪૫ની છે. તેને દુનિયામાં પ્રેમની આઇકોનિક તસવીર કહેવાય છે. તેમાં દેખાતા યુવકનું નામ છે જ્યોર્જ મેન્ડોસા, જેમનું ૯૫ વર્ષની વયે મંગળવારે રાતે નિધન થયું. હકીકતમાં વિશ્વ યુદ્ધ દરમિયાન જાપાને અમેરિકા સામે આત્મસમર્પણ કર્યું તે સાથે ન્યૂ યોર્કના ટાઇમ સ્કવેર પર ફરી રહેલા મેન્ડોસા આનંદથી ઉછળી પડ્યા અને બરાબર આ જ સમયે તેમની નજીકથી પસાર થઇ રહેલી સફેદ ડ્રેસમાં નર્સને આલિંગનમાં લઇ જ્યોર્જે કિસ કરી લીધી. આનંદના ઉમળતાને વ્યક્ત કરતી આ પળને ત્યાં હાજર આલ્ફ્રેડ એસ્ટિનડટ નામના ચપળ ફોટોગ્રાફરે કેમેરામાં કેદ કરી લીધી અને તેણે વિશ્વ યુદ્ધની યાદગાર તસવીરોમાં સ્થાન મેળવ્યું. આજે પણ આ સ્થળે અનેક યુગલો આ જ પોઝમાં તેમના પ્રેમની નિશાની કેદ કરવાનો પ્રયાસ કરે છે. કળાના પાનાઓમાં નોંધાયેલી આ તસવીરનો આજે પણ ફોટોગ્રાફીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને સામાન્ય કળાપ્રેમી આ ચિત્રને એટલી જ ઉત્સુકતાથી જુએ છે. 


comments powered by Disqus