લંડનઃ બાલ્મોરલમાં આવેલી પોતાની જમીન માટે બિઝનેસ રેટમાં થયેલા ‘શિક્ષાત્મક’ વધારાની વિરુદ્ધમાં ક્વિન એલિઝાબેથ દ્વિતીયએ અપીલ દાખલ કરી હતી. સ્કોટિશ સરકારે લેન્ડ રિફોર્મ એક્ટમાં કરેલા સુધારામાં શૂટીંગ અને હરણનો શિકાર કરવા માટે ઉપયોગમાં લેવાતી જમીનને અપાયેલી મુક્તિ પાછી ખેંચી લીધી હતી. તેનો અર્થ એવો થાય કે આ એસ્ટેટ માટે ક્વિનને ૧૬,૮૦૦ પાઉન્ડનું બીલ અપાયું હતું.

