જાણીતા સમાજસેવક શ્રી મનુભાઈ અને શ્રીમતી જયાબેન મકવાણાની ૬૦મી લગ્નતિથિની તા.૨૨.૨.૧૯ને શુક્રવારે હેરો ખાતે ઉજવણી કરવામાં આવી હતી. મનુભાઈ છેલ્લાં ૨૦ વર્ષ કરતાં વધુ સમયથી હિંદુ કાઉન્સિલમાં વિવિધ હોદ્દા પર રહીને ખૂબ જ સારી સમાજસેવા કરી રહ્યા છે. તે બદલ હિંદુ કાઉન્સિલ બ્રેન્ટ તરફથી તેમને ટ્રોફી અર્પણ કરીને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મકવાણા દંપતિના પરિવારજનો, સગાંસંબંધીઓ તેમજ મોટી સંખ્યામાં મિત્રો હાજર રહ્યા હતા.

