હિન્દી સિનેમાના પ્રખ્યાત નિર્માતા રાજકુમાર બડજાત્યાનું તાજેતરમાં નિધન થયું હતું. નિર્માતા સૂરજ બડજાત્યાના પિતા અને ‘હમ આપકે હૈ કોન’, ‘હમ સાથ સાથ હૈ’ અને ‘વિવાહ’ જેવી ફિલ્મોના જાણીતા પ્રોડ્યુસર રાજકુમાર બડજાત્યાને ૨૧મીએ હૃદયરોગનો હુમલો આવ્યો હતો જે જીવલેણ સાબિત થયો હતો. રાજશ્રી પ્રોડક્શનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, એચ. એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના સત્તાવાર બેનરે પણ ટ્વિટર પર તેમનું નિધન થયું હોવાનું જણાવ્યું હતું. ૭૫ વર્ષીય નિર્માતાએ ઘણાં વર્ષો સુધી ફિલ્મ ઉદ્યોગમાં પ્રોડ્યુસર તરીકે નામાંકિત ફિલ્મો બનાવી હતી.

