આનું નામ ભાઈબંધી: ૧૨ વર્ષનો શુ દરરોજ તેના દોસ્તને ખભે ઊંચકી સ્કૂલે લઈ જાય છે

Saturday 20th April 2019 07:31 EDT
 
 

મીશાન ૨ઃ ચીનના સિચુઆન પ્રાંતના મીશાન શહેરમાં બે બાળકો વચ્ચે અદ્ભુત દોસ્તીનો નાતો બંધાયેલો છે. શુ બિન્ગયાન્ગ અને ઝેન્ગ ઝી નામના ૧૨ વર્ષના છોકરાઓ હાલમાં છઠ્ઠા ધોરણમાં ભણે છે.
ચીનના સિચુઆન પ્રાંતના મીશાન શહેરમાં બે બાળકો વચ્ચે અદ્ભુત દોસ્તીનો નાતો બંધાયેલો છે. શુ બિન્ગયાન્ગ અને ઝેન્ગ ઝી નામના ૧૨ વર્ષના છોકરાઓ હાલમાં છઠ્ઠા ધોરણમાં ભણે છે. ઝેન્ગને શારીરિક સમસ્યા છે જેને કારણે તે પોતાની જાતે ચાલી નથી શકતો કે નથી ઊભો પણ રહી શકતો. ઝેન્ગનો પરિવાર આર્થિક રીતે નબળો હોવાથી તેમને બીજી વ્યવસ્થા પણ પોસાય એમ નથી. આથી શુ બિન્ગયાન્ગ તેને પોતાની સાથે સ્કૂલે લઈ જાય છે. એ માટે તે ઝેન્ગની આંગળી પકડીને કે વ્હીલચેર પર બેસાડીને નહીં, પરંતુ લિટરલી ઊંચકીને સ્કૂલે લઈ જાય છે. ઝેન્ગને માયસ્થેનિયા ગ્રેવિસ નામની તકલીફ છે, જે મસલ્સને દિનપ્રતિદિન નબળા બનાવે છે. તેને એક જગ્યાએ બેસાડ્યો હોય તો ત્યાંથી પોતાની મેળે હલીને બીજે પણ નથી જઈ શકતો.
શુ રોજ ઝેન્ગના ઘરે જઈને તેને પીઠ પર ઊંચકીને સ્કૂલે જાય છે અને સ્કૂલમાં પણ આખો દિવસ તેની સાથે રહીને મદદરૂપ થતો રહે છે. જેમ કે, પાણીની બોટલ ભરી લાવવાની, ખાવા માટે કેન્ટીનમાં જવાનું કે વોશરૂમ લાવવા-લઈ આવવાનું કામ પણ તે જ કરે છે. મસ્ક્યુલર તકલીફને કારણે ઝેન્ગનું વજન માત્ર ૨૫ કિલોનું છે એમ છતાં ૪૦ કિલો વજન ધરાવતા ૧૨ વર્ષના છોકરા માટે આટલું વજન પીઠ પર ઊંચકવાનું મુશ્કેલ તો છે જ. છતાં તે દરેક સીઝનમાં અને આખુંય વર્ષ ઝેન્ગની પડખે રહ્યો છે.


comments powered by Disqus