આલિયા ભટ્ટે બહુ ઓછા સમયમાં હિન્દી ફિલ્મઉદ્યોગમાં પોતાનું સ્થાન જમાવી દીધું છે. તેની મોટા ભાગની ફિલ્મો સફળ થઇ રહી છે. જોકે આલિયાને આટલાથી સંતોષ નથી. તેણે તો તક મળે તો હોલીવૂડમાં કામ કરવાની ઇચ્છા દર્શાવી છે.
તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં આલિયાએ જણાવ્યું હતું કે, મને જો હોલીવૂડમાંથી ઓફર મળશે તો ચોક્કસ હું તે અંગે વિચારીશ. કોઇ પણ નવી ઇન્ડસ્ટ્રીમાં જવું સરળ નથી હોતું તે હું જાણું છું, પરંતુ મનેય હોલીવૂડમાં જવાની ઇચ્છા છે. મને આશા છે કે મને પણ આ મોકો મળશે. ત્યાં કામ મેળવવા માટે મારે વધુ કામની સાથેસાથે વધુ મહેનત પણ કરવી પડશે. નોંધનીય છે કે વર્તમાન કાળમાં ઐશ્વર્યા રાય, પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણકામ કરી ચુકી છે. એટલું જ નહીં ઐશ્વર્યાએ તો હોલીવુડમાં ફરી કામ કરવા માટે પોતાની એક ટીમ રચી છે, જેના દ્વારા તે હોલીવૂડના દિગ્જ્જોના સંપર્કમાં છે. આલિયા હોલીવૂડમાં કામ કરવા તત્પરતા તો દર્શાવી છે, હવે જોવું રહ્યું કે તેનું સપનું ક્યારે સાકાર થાય છે.

