લંડનઃ બીજી પત્ની વિશેના ઝઘડામાં ૪૫ વર્ષીય મિનીકેબ ડ્રાઈવર આબ્દી કૂલને તેની ૪૩ વર્ષીય પત્ની કાલ્તન સાલેહ પર વ્હાઈટ સ્પિરિટ રેડીને તેને સળગાવી દેવાના આરોપમાંથી મુક્ત કરી દેવાયો હતો. ગયા વર્ષે પાંચ જુલાઈએ બનેલી આ ઘટનામાં નોર્થ લંડનના હોલોવેમાં આવેલા ઘરમાં ચાર સંતાનોની માતા ૯૨ ટકા દાઝી ગઈ હતી. તે કોમામાં સરી ગઈ હતી અને દોઢ મહિના બાદ હોસ્પિટલમાં મૃત્યુ પામી હતી. કૂલે દાવો કર્યો હતો કે તે રસોડામાં રાબ બનાવી રહી હતી ત્યારે અચાનક આગ લાગતા તે દાઝી ગઈ હતી. તેને બચાવવાના પ્રયાસમાં તે પણ દાઝ્યો હતો.
