લંડનઃ ૨૦૧૭ના માન્ચેસ્ટર હુમલા બાદ સાઉથ લંડનમાં પોતાના ઘર પાસે આવેલી મસ્જિદમાં બોંબ મૂકવાનું કાવતરું ઘડનાર ડ્રગ્સના બંધાણી ૪૧ વર્ષીય સ્ટીવન બિશપને કિંગ્સ્ટન ક્રાઉન કોર્ટે ચાર વર્ષની જેલ કરી હતી. આતંકવાદી કૃત્યની તૈયારી કરી રહેલી વ્યક્તિને ઉપયોગી થાય તેવી માહિતી અને લોકોના જીવને જોખમ ઉભું થાય તેવો સ્ફોટક પદાર્થ પાસે રાખ્યો હોવાનું તેણે કબૂલ્યું હતું.
