• પ્રવેશની અપીલમાં હારતા અતિ ગરીબ પરિવારો
લંડનઃ પોતાના બાળકને સ્કૂલમાં પ્રવેશના મુદ્દે અપીલમાં ગરીબ પરિવારોની સરખામણીમાં મધ્યમ વર્ગના પરિવારોના વિજયની શક્યતા બમણી રહેતી હોવાનું અહેવાલમાં જણાયું હતું. એજ્યુકેશન પોલીસી ઈન્સ્ટિટ્યુટ દ્વારા અપીલ અનેવેઈટિંગ લીસ્ટ સિસ્ટમના પ્રથમ વિસ્તૃત વિશ્લેષણમાં જણાયું હતું કે બાળકને પ્રવેશ નહીં આપવાના સ્કૂલના નિર્ણય સામેની અપીલમાં અતિ ગરીબ વિસ્તારોમાં રહેતા પરિવારોને અતિ સમૃદ્ધ વિસ્તારના પરિવારોની સરખામણીમાં ઓછી સફળતા મળી હતી. અશ્વેત અને અન્ય એશિયન બાળકો કરતાં બ્રિટિશ અને ચીની પરિવારના બાળકોની પહેલા પસંદગી થતી હોવાનું પણ જણાયું હતું.
• જજે શરાબના નશામાં ડ્રાઇવિંગ કરતી મહિલાને જેલથી બચાવી
વોરવિકશાયરના જજે શરાબના નશામાં ડ્રાઇવિંગ કરનાર મહિલાને જેલથી એટલા માટે બચાવી કેમ કે તે મહિલા છે. ૩૦ વર્ષની વિક્ટોરિયા પેરીએ નશામાં ડ્રાઇવિંગ કરતાં ૩ કારને ટક્કર મારી હતી. જજ સારા બકિંગમે તર્ક આપ્યો કે જો વિક્ટોરિયા પુરુષ હોત તો તેને જેલ મોકલી દેત. તેમણે કહ્યું કે વિક્ટોરિયા ખરાબ સંબંધોમાંથી બહાર આવી છે એટલા માટે આવી થઈ ગઈ છે. આ ગુના માટે વિક્ટોરિયાને તાત્કાલિક જેલ થઈ શકે તેમ હતું.
• દાદાએ જાતીય ગુનાની સજા ભોગવવી જ પડશે
૧૭ વર્ષીય ટીનેજરે પોતે જૂઠ્ઠું બોલી હોવાનો દાવો કર્યો હોવા છતાં તેના પર જાતીય અત્યાચાર ગુજારવાના કેસમાં જેલમાં રહેલા તેના ૬૮ વર્ષીય દાદાએ ૧૨ વર્ષની સજા પૂરી કરવી જ પડશે તેવો કોર્ટ ઓફ અપીલના સિનિયર જજે ચુકાદો આપ્યો હતો. આ કેસની મુખ્ય સાક્ષી રહેલી આ ટીનેજરે તેમની સામેના આક્ષેપો ઘડી કાઢ્યા હોવાનું કહ્યું હતું.
• ડચેસ ઓફ સસેક્સે પ્રસૂતિ માટે પોતાની મેડિકલ ટીમ નિયુક્ત કરી
ડચેસ ઓફ સસેક્સ મેગને પોતાના પ્રથમ બાળકના જન્મ દરમિયાન ક્વિન એલિઝાબેથ દ્વિતીયના ડોક્ટરોની સેવા લેવાને બદલે પોતાની મેડિકલ ટીમ નિયુક્ત કરી હોવાનું અહેવાલમાં જણાવાયું હતું.
• વાઈનથી સ્ટ્રોક સામે રક્ષણ મળતું હોવાની માન્યતા ખોટી
દરરોજ એક ગ્લાસ વાઈન પીવાથી સ્ટ્રોક સામે રક્ષણ મળે છે તેવી માન્યતાને વૈજ્ઞાનિકોએ નકારી કાઢી હતી. યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડના સંશોધકોને જણાયું હતું કે તેટલા પ્રમાણમાં ડ્રિંક લેવાથી રક્ષણ મળે છે તેવું સહેજ પણ નથી. ઉલટાનું તેને લીધે તો સ્ટ્રોકનું જોખમ ૧૫ ટકા જેટલું વધી જાય છે.
• કેટલાંક સ્ટોર્સ બંધ કરવા બુટ્સની વિચારણા
બુટ્સના માલિકે ચેતવણી આપી હતી કે ૨૦૧૪માં મેગા મર્જરમાં થયેલી રચનાના અત્યાર સુધીના સૌથી નબળા ત્રિમાસિક ગાળાને લીધે તેને કદાચ કેટલાંક સ્ટોર્સ બંધ કરવાની અને સ્ટાફને છૂટા કરવાની ફરજ પડશે.
• સગર્ભાવસ્થામાં ઝડપી ટેસ્ટથી બાળકને બચાવી શકાય
પ્રિ-એક્લેમ્પસિયાના નિદાનમાં સમય ઘટે તો બાળકના જન્મ સમયે થતી સમસ્યાઓ ઓછી થઈ જાય તેવું એક પરીક્ષણમાં જણાયા બાદ હવે હજારો સગર્ભાઓનો બ્લડ ટેસ્ટ કરવામાં આવશે. ૮૦ પાઉન્ડના આ ટેસ્ટથી હાર્ટએટેક અને ફીટ (ખેંચ) જેવી તકલીફોને ૩૩ ટકા સુધી ઘટાડી શકાય છે અને દેશભરની સગર્ભાઓના આ બ્લડટેસ્ટ કરાવવા માટે NHSને સૂચના અપાઈ હતી.
• એકલતાનો વધુ અનુભવ કરતા શહેરી બાળકો
ગ્રામીણ વિસ્તારોના બાળકો કરતાં શહેરી બાળકો ચાર ગણી વધુ એકલતા અનુભવતા હોવાનું અહેવાલમાં જણાવાયું હતું. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિકસના વિશ્લેષણ મુજબ મકાન કયા વિસ્તારમાં આવેલું છે તે એકલતાના અનુભવ સાથે સંકળાયેલા પરિબળો પૈકીનું સૌથી મજબૂત પરિબળ છે.
• મુખ્ય સ્ટેશનો પરના શૌચાલયોનો મફત ઉપયોગ કરી શકાશે
બ્રિટનમાં રહી ગયેલી છેલ્લી એન્ટ્રી ફી પણ નાબૂદ કરવામાં આવતા હવે રેલ્વે પ્રવાસીઓએ બ્રિટનના વ્યસ્ત સ્ટેશનો પર શૌચાલયોના ઉપયોગ માટે કોઈ રકમ ચૂકવવી પડશે નહીં. નેટવર્ક રેલ દ્વારા જણાવાયું હતું કે લંડન લીવરપુલ સ્ટ્રીટ, લંડન કિંગ્સ ક્રોસ અને એડિનબરા વેવરલી સ્ટેશનો પર આ સુવિધાના ઉપયોગ બદલ ૫૦ પેન્સ ચાર્જ લેવાનું બંધ કરાયું છે.
• ટેક્સ ફ્રોડના £૮ બિલિયન બિન લાદેનને ચૂકવાયા હતા
૮ બિલિયન પાઉન્ડના ટેક્સ ફ્રોડ દ્વારા બ્રિટિશ ટેક્સપેયરોના જે નાણાં ચોરાયા હતા તે ઓસામા બિન લાદેનને મદદ માટે પાકિસ્તાન મોકલાયા હોવાનું તા M૧૫ દ્વારા કરાયેલી તપાસમાં જણાયું હતું. સન્ડે ટાઈમ્સ દ્વારા બે વર્ષની તપાસમાં સરકારી તિજોરીને નુક્સાન પહોંચાડનારા સંખ્યાબંધ વેટ અને બેનિફિટ ફ્રોડની વિગતો બહાર આવી હતી.
