સંસ્થા સમાચાર ૨૦.૪.૨૦૧૯

Wednesday 17th April 2019 07:08 EDT
 

• ગાયત્રી પરિવાર દ્વારા તા.૨૧.૪.૨૦૧૯ સવારે ૧૦.૩૦ વાગે ચૈત્ર નવરાત્રિ અને રામનવમી નિમિત્તે પાંચ કૂંડી ગાયત્રી યજ્ઞનું માંધાતા યુથ કોમ્યુનિટી સેન્ટર,૨૦ એ રોઝમેડ એવન્યુ, વેમ્બલી, મીડલસેક્સ HA9 7EE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07525 327 193

• ગુજરાત હિંદુ સોસાયટી પ્રેસ્ટન સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે પૂ. ગિરિબાપુ દ્વારા શિવ મહાપુરાણનું તા.૨૨.૦૪.૧૯થી ૨૮.૦૪.૧૯ દરરોજ સાંજે ૫થી રાત્રે ૮ દરમિયાન આયોજન કરાયું છે. મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 01772 253 901.

• ગુર્જર હિંદુ યુનિયનયુકે અને મિમાંસા ફાઉન્ડેશન ટ્રસ્ટ યુકે દ્વારા પૂ. ચિન્મયાનંદ બાપૂની કથાનું તા.૨૭ એપ્રિલથી તા.૩જી મે ૨૦૧૯ દરરોજ બપોરે ૪.૦૦થી સાંજે ૭.૦૦ દરમિયાન ગુજરાતી એસોસિએશન હોલ, મેન્ડર સ્ટ્રીટ, વુલ્વરહેમ્પટન WV3 0JZ ખાતે આયોજન કરાયું છે. દરરોજ મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 07930 271 934

• અનિલ રણદેવ અને મંડળના કંઠમાં ‘માતા દી ચૌકી’નું તા.૨૮.૦૪.૨૦૧૯ બપોરે ૨થી ૫ દરમિયાન બેલગ્રેવ નેબરહુડ સેન્ટર, રોથલી સ્ટ્રીટ, લેસ્ટર LE4 6LF ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. ભારત ટ્રાવેલ્સ 01162 161 684

• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતેના કાર્યક્રમો - શનિવાર તા.૨૦.૪.૧૯ સાંજે ૬.૩૦થી ૮.૩૦ શ્રી ઠાકુર અનુકુલચંદ્રનો સત્સંગ - રવિવાર તા.૨૧.૦૪.૧૯ સાંજે ૫.૩૦થી ૭.૧૫ દરમિયાન ભજન કિર્તન - સંસ્થામાં દર શનિવારે સવારે ૧૦.૩૦થી બપોરે ૩.૩૦ હિંદી, ગુજરાતી, સંસ્કૃત અને હિંદુધર્મ ક્લાસીસ તથા બપોરે ૧૨.૩૦થી ૧ દરમિયાન ફેમિલી યોગનું આયોજન થાય છે.સંપર્ક. 020 8553 5471

• કાર્ડિફ સનાતન ધર્મ મંડળ અને હિંદુ કોમ્યુનિટી સેન્ટર, સીવ્યૂ બિલ્ડીંગ, લુઈસ રોડ, કાર્ડિફ CF24 5EB ખાતેના નિયમિત કાર્યક્રમો - દર રવિવારે ભજન કિર્તન, હેલ્થ વર્કશોપ, બાલ ગોકુલમ વર્ગો - દર મંગળવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન લેડીઝ સંગીત - ગુરુવારે ૫૦થી વધુની વયના લોકો માટે ડે સેન્ટર તેમજ વિવિધ ધાર્મિક સામાજિક કાર્યક્રમો સંપર્ક. 02920 623 760

• ભક્તિવેદાંત મેનોરહરે કૃષ્ણ ટેમ્પલ, ધરમ માર્ગ, હિલફિલ્ડ લેન, વોટફર્ડ, હર્ટ્સ WD25 8EZ ખાતે આરતીનો સમય – સવારે ૪.૩૦, ૭.૦૦, ૮.૧૫, બપોરે ૧૨.૩૦, ૪.૨૦, સાંજે ૭.૦૦ અને રાત્રે ૯.૦૦ (દરરોજ બપોરે ૧થી ૪.૨૦ સુધી દર્શન બંધ રહેશે. જોકે, રવિવાર અને તહેવારના દિવસે બપોરે ૧૨.૩૦થી ૩.૪૫ સુધી દર્શનનો લાભ લઈ શકાશે.) વેબસાઈટઃ WWW.KRISHNATEMPLE.COM સંપર્કઃ 01923 851 000

• ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના કાર્યક્રમો - તા.૨૩.૪.૧૯થી તા.૨૪.૬.૧૯ રાત્રે ૮ વાગે સંસ્કૃત ક્લાસ ફોર બીગીનર્સ - તા.૨૫.૪.૧૯થી તા.૧૧.૭.૧૯ રાત્રે ૮ વાગે આર્ટ હિસ્ટ્રી લેક્ચર સિરીઝ. સંપર્ક. 020 7381 3086

• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતે તા.૨૬.૪.૧૯ સાંજે ૬.૩૦ નિલાંજના તરફદાર દ્વારા બુક ડિસ્કશનનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 7491 3567

                                                       હનુમાન જયંતીના કાર્યક્રમો

ગુજરાત હિંદુ સોસાયટી પ્રેસ્ટન સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતેના કાર્યક્રમો - તા.૧૯.૪.૧૯ હનુમાન જયંતી નિમિત્તે સાંજે ૭.૩૦ હનુમાનજીનું પૂજન, ધ્વજારોપણ અને આરતી - તા.૨૦.૪.૧૯ સવારે ૧૦.૩૦થી સાંજે ૫ ૧૦૮ હનુમાન ચાલીસ પાઠ - બપોરે ૧થી ૨ અને સાંજે હનુમાન ચાલીસા બાદ ભોજન પ્રસાદી. સંપર્ક. 01772 253 901.

પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા હનુમાન ચાલીસાના શુક્રવાર તા ૧૯.૪.૧૯ના કાર્યક્રમો - સવારે ૧૦ થી ૪ દરમિયાન ધામેચા લેઝર સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો, મીડલસેક્સ HA2 8AX - સાંજે ૭થી ૯ સાધુ વાસવાણી સેન્ટર, ૨૫ ક્રિકલવુડ લેન, વર્જિન હેલ્થ ક્લબ સામે, લંડન NW2 1HP બન્ને કાર્યક્રમના અંતે ભોજનપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310

શ્રી દેપાળા હનુમાન સત્સંગ મંડળ, લંડન દ્વારા હનુમાન ચાલીસાના અખંડ પાઠનું તા.૨૦.૪.૧૯ સવારે ૧૦થી સાંજે ૬ દરમિયાન કિંગ્સબરી હાઈસ્કૂલ, બેકન લેન, કિંગ્સબરી, લંડન NW9 9AT ખાતે આયોજન કરાયું છે. આરતી સાંજે ૭ વાગે તથા મહાપ્રસાદ સાંજે પ વાગે. સંપર્ક. ભરતભાઈ 020 8361 3703

 


comments powered by Disqus