‘બિગ બી’એ રૂ. ૭૦ કરોડ ટેક્સ ભર્યો

Thursday 18th April 2019 07:01 EDT
 
 

બોલિવૂડના બેતાજ બાદશાહ અમિતાભ બચ્ચને નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે ૭૦ કરોડ રૂપિયાનો તોતિંગ ઇનકમટેક્સ ભર્યો છે. તેમના પ્રવક્તાએ એક નિવેદનમાં આ જાણકારી આપી છે. ‘બિગ બી’એ જંગી કમાણી કરી હશે તો સરકારી તિજોરીમાં જંગી આવકવેરો જમા કરાવ્યો હશે ખરુંને? પણ તેઓ માત્ર રૂપિયા રળીને બેઠા નથી રહ્યા. તેમની દિલેરી પણ કાબિલેતારીફ છે. તાજેતરમાં જ બિહારના મુઝફ્ફરપુરના ૨૦૮૪ ખેડૂતોનું દેવું ચૂકવીને ઋણમુક્ત કર્યા હતા. આ ઉપરાંત, પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆઇએસએફના જવાનોના પરિવારોને ૧૦-૧૦ લાખ રૂપિયાની સહાય પણ આપી છે. જો તેમના કાર્યક્ષેત્રની વાત કરીએ તો તાજેતરમાં રિલીઝ થયેલી તેમની ફિલ્મ ‘બદલા’ હિટ ગઇ છે. ફિલ્મમાં તેમની એક્ટિંગ પણ બહુ વખણાઈ. હવે ટૂંક સમયમાં તેઓ ધર્મા પ્રોડકશન્સની ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને નાગાર્જુન મહત્ત્વની ભૂમિકાઓમાં છે.


comments powered by Disqus