GHS પ્રેસ્ટન દ્વારા બે ચેરિટીઝને ચેક અર્પણ કરાયા

Wednesday 17th July 2019 06:22 EDT
 
 

તા.૧૪ જુલાઈને રવિવારે બપોરે યોજાયેલા એક કાર્યક્રમમાં ગુજરાત હિંદુ સોસાયટી, પ્રેસ્ટન દ્વારા બે ચેરિટી સેન્ટ કેથરીન હોસ્પિસ અને ગેલોવેઝ બ્લાઈન્ડ સોસાયટીને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. જીએચએસ દ્વારા ગઈ ૮ જૂને ચેરિટી માટે યોજાયેલા એક કાર્યક્રમમાં ૪,૦૦૧ પાઉન્ડ એકત્ર કરાયા હતા, આ રકમમાંથી બન્ને સંસ્થાઓેને ૨,૦૦૧ પાઉન્ડ અપાયા હતા. જીએચએસના પ્રમુખ દશરથભાઈ નાયીએ જણાવ્યું હતું કે આપણા વિસ્તારમાં પ્રસંસનીય કાર્ય કરતી લોકલ ચેરિટીઝને મદદરૂપ થવા હંમેશા જીએચએસ વિચારે છે. આ વર્ષે સેન્ટ કેથરીન હોસ્પિસ અને ગેલોવેઝ બ્લાઈન્ડ સોસાયટી માટે ફંડ એકત્ર કરવાનો નિર્ણય લેવાયો હતો. હિંદુ સમાજ હંમેશા તેના સેવા પ્રોગ્રામના ભાગ રૂપે દર વર્ષે મુખ્ય ધારાની સંસ્થાઓ અને ખાસ કરીને ચેરિટીઝને સહાય કરે છે.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સભ્યોએ જીએચએસ દ્વારા ચેરિટી માટે ફંડ એકત્ર કરાયું હોવાની બાબતે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

વધુ માહિતી માટે સંપર્ક. અભિ 01772 253 912, ઈશ્વર ટેલર 07801 849 402


comments powered by Disqus